IND vs SA: જીવન દાન મળ્યા બાદ મુથુસામીએ સદી ફટકારી, જાડેજા થર્ડ અમ્પાયરના નિર્ણયથી નિરાશ…

ગુવાહાટી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી અને અંતિમ મેચ હાલ આસામના ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ રહી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમે મજબૂત પ્રદર્શન કરી છે. સેનુરન મુથુસામીનો ટીમ માટે મહત્વનો ફાળો આપ્યો, તેણે 206 બોલમાં 109 રનની શાનદાર ઇનિંગ રમી.
મુથુસામીએ તેની ટેસ્ટ કારકિર્દીની પહેલી સદી ફટકારી છે. મુથુસામી અને કાયલ વેરેને સાથે સાતમી વિકેટ માટે 88 રનની પાર્ટનરશીપ કરી હતી, ભારતીય બોલરોએ આ પાર્ટનરશીપ તોડવા માટે ભારે મથામણ કરી હતી. મુથુસામી 48 રન પર હતો, ત્યારે જાડેજાને તેની વિકેટ મળી જ ગઈ હતી, પણ નસિબે તેનો સાથ આપ્યો.
ઓન ફિલ્ડ અમ્પાયરે આઉટ આપ્યો:
ભારતીય ટીમ તરફથી રવીદ્ર જાડેજા 105મી ઓવરમાં ફેંકવા આવ્યો હતો, ઓવરનો બીજો બોલ સ્પિન થયો અને મુથુસામીએ સ્વીપ શોટ મારવાનો પ્રયાસ કર્યો. પણ તે બોલ ચૂકી ગયો અને બોલ તેના આગળના પેડ પર વાગ્યો. જાડેજા અને અને અન્ય ખેલાડીઓએ LBW માટે અપીલ કરી, અને ઓન ફિલ્ડ અમ્પાયર રોડ ટકરે તેને આઉટ કર્યો. ભારતીય ખેલાડીઓએ ઉજવણી શરુ કરી, પણ મુથુસામીએ DRS લીધો.
થર્ડ અમ્પાયરે નિર્ણય ઉલટાવ્યો:
સેનુરન મુથુસામીને બોલ તેના ગ્લવને અડ્યા બાદ પેડ પર વાગ્યો હતો, તેથી તેણે તરત જ DRS લીધો. રિપ્લેમાં જાણવા મળ્યું કે બોલ ગ્લવ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે અલ્ટ્રાએજમાં નજીવો સ્પાઇક દેખાઈ રહ્યો હતો. બોલ ગ્લવને સ્પર્શ્યો હતો, અને નિયમો અનુસાર, ગ્લવને બેટનો ભાગ માનવામાં આવે છે. થર્ડ અમ્પાયરે ક્રિસ ગેફનીએ ઓન-ફિલ્ડ અમ્પાયર રોડ ટકરેના નિર્ણય બદલવા કહ્યું.
ભારતીય ખેલાડીઓ નિરાશ:
બોલર રવિન્દ્ર જાડેજા અને બાકીના ભારતીય ખેલાડીઓ થર્ડ અમ્પાયરના નિર્ણયથી નિરાશ જણાયા, જેમ કે અલ્ટ્રાએજમાં દેખાતો સ્પાઈક ખુબ જ નાનો હતો, જે અન્ય અવાજને કારણે હોઈ શકે છે. ભારતીય ખેલાડીઓ થોડીવાર કોઈ હાવભાવ વગર ત્યાં ઊભા રહ્યા, તમામના ચહેરા પર નિરાશ દેખાઈ રહી હતી.
આ પણ વાંચો…કેપ્ટન ઋષભ પંતની એક ભૂલ ભારતીય ટીમને ભારે પડી શકે છે! અમ્પાયરે બે વાર વોર્નિંગ આપી



