ગુવાહાટી ટેસ્ટમાં ચમત્કાર જ ભારતીય ટીમને બચાવી શકે છે! એક વાર આટલો મોટો ટાર્ગેટ ચેઝ થઇ ચુક્યો છે…

ગુવાહાટી: દક્ષિણ આફ્રિકા સામેની ગુવાહાટી ટેસ્ટમાં ભારતીય ટીમ વિકટ પરિસ્થતિમાં છે, પહેલી ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાના 489 રન સામે ભારતીય ટીમ માત્ર 201 રનમાં ઓલ આઉટ થઇ ગઈ. દક્ષિણ આફ્રિકાને 288ની લીડ મળી છે, બીજી ઇનિંગમાં પણ દક્ષિણ આફ્રિકાના બેટર સારું પ્રદર્શન કરી રહ્યા છે. વ્હાઇટવોશના ડર વચ્ચે કોઈ ચમત્કાર જ ભારતીય ટીમને બચાવી શકે છે, એક વાર આવો ચમત્કાર થઇ ચુક્યો છે.
આજે ગુવાહાટી ટેસ્ટનો ચોથો દિવસ છે, દક્ષિણ આફ્રિકા લીડ સાથે ભારતને 400-450નો ટાર્ગેટ આપી શકે છે. ભારતમાં ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 400 થી વધુ રનનો ટાર્ગેટ ક્યારેય ચેઝ થયો નથી. મેચની ચોથી ઇનિંગમાં બેટર્સ માટે પિચ મુશ્કેલ બની જાય છે, ત્યારે ઋષભ પંતની આગેવાની હેઠળની ટીમને કોઈ ચમત્કાર જ વાચાવી શકે છે.
ભારતમાં સૌથી મોટો સફળ રન ચેઝ:
ભારતમાં ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં માત્ર એક વાર જ 300 થી વધુ રનનો ટાર્ગેટ ચેઝ થયો છે. વર્ષ 2008માં ભારતીય ટીમે ચેન્નઈ ઇંગ્લેન્ડ સામે 387 રનનો ટાર્ગેટ ચેઝ કરીને સૌને ચોંકાવી દીધા હતાં. જેમાં સચિન તેંદુલકરે 103 રનની અણનમ ઇનિંગ રમી હતી, આ ઉપરાંત યુવરાજ સિંહે અણનમ 85, વીરેન્દ્ર સહેવાગે 83 અને ગૌતમ ગંભીરે 66 રનની ઇનિંગ રમી હતી.
ગુવાહાટી ટેસ્ટમાં ચોથા દિવસની રમત આગળ વધે તેમ પીચ વધુ મુશ્કેલ બને તેવી શક્યતા છે, 150-200 રન બનવવા પણ મુશ્કેલ થઇ શકે છે. એવામાં કોઈ ચમત્કાર જ ભારતીય ટીમને બચાવી શકે છે.
ભારતમાં ટેસ્ટ ક્રિકેટમાં 5 સૌથી મોટા ટાર્ગેટ ચેઝ:
387/4 – ભારત vs ઇંગ્લેન્ડ, ચેન્નાઈ, 2008
276/5 – વેસ્ટ ઇન્ડીઝ vs ભારત, દિલ્હી, 1987
276/5 – ભારત vs વેસ્ટ ઇન્ડીઝ, દિલ્હી, 2011
262/5 – ભારત vs ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2012
256/8 – ભારત vs ઓસ્ટ્રેલિયા, બ્રેબોર્ન,મુંબઈ, 2010
આ પણ વાંચો…ક્યારેક તમારી યોજના તમારા હિસાબે લાગુ નથી થતીઃ પંતના શોટ અંગે વોશિંગ્ટન સુંદરે કરી મહત્ત્વની વાત…



