ભારતે પહેલી બોલિંગ કેમ લીધી? શુભમન રમશે?: જાણો જવાબ
ખૂબ જ રસાકસી વચ્ચે ખીચોખીચ ભરાયેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટૉસ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ બોલિંગ પસંદ કરી છે. શર્માએ બેટિંગ પીચમાં ટૉસ જીત્યા બાદ પણ બોલિંગ કેમ પસંદ કરી તેવો સવાલ તમને થતો હોય તો તેનો જવાબ ડ્યૂ ફેક્ટર છે.
વાતાવરણમાં ભેજ છે અને આગળ જતા ઝાંકળ પડવાની સંભાવના હોય ત્યારે બોલિંગ કરવાનું અઘરું પડે આથી દિવસ દરમિયાન જ બોલિંગ કરી ચેસ કરવાનું કેપ્ટને પસંદ કર્યું છે. આ સાથે શર્માએ ફેન્સ માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. શુભમન ગિલના રમવાના શુભ સમાચાર તેણે આપ્યા છે. શુભમન બીજી ઈનિંગ એટલે કે બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. આથી તમે શુભમમની બેટિંગ મિસ નહી કરો.