IND vs NZ ODI સિરીઝ: જાણો ક્યા અને ક્યારે રમાશે મેચ, આવી હોઇ શકે છે ભારતીય સ્ક્વોડ…

મુંબઈ: એક મહિનાના વિરામ બાદ ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક્શનમાં જોવા મળશે. ન્યુઝીલેન્ડની ટીમ ત્રણ ODI અને પાંચ T20I મેચની સિરીઝ રમવા માટે ભારત આવી રહી છે. ફેબ્રુઆરી 2026માં T20 વર્લ્ડ કપ રમાવાનો એ પહેલા આ T20I સિરીઝ બંને ટીમો માટી મહત્વની છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીના રોજ વડોદરામાં રમાશે, બીજી મેચ 14 જાન્યુઆરીના રોજ રાજકોટમાં અને ત્રીજી મેચ 18 જાન્યુઆરીએ ઇન્દોરમાં રમાશે. ત્રણેય મેચ ડે-નાઈટ મેચ હશે, જે બપોરે 1:30 વાગ્યે શરુ થશે, જ્યારે ટોસ બપોરે 1 વાગ્યે ટોસ થશે.
ટીમની જાહેરાત હજુ બાકી:
T20 વર્લ્ડ કપ 2026ની ભારતીય ટીમ જ ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમશે, પરંતુ હજુ સુધી
ODI સિરીઝ માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી નથી. અહેવાલ મુજબ સિલેક્ટર્સ શ્રેયસ ઐયરની ફિટનેસ અંગે અપડેટ મળવાની રાહ જોઈ રહ્યા છે. જો ઐયર ફિટ નહીં હોય તો રુતુરાજ ગાયકવાડને ODI ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.

ન્યુઝીલેન્ડ સામેની T20I સિરીઝ અને T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. આ દરમિયાન તમામની નજર ઈશાન કિશન અને સરફરાઝ ખાન પર રહેશે, બંને વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ઈશાન કિશનને T20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઋષભ પંતનું પણ કમબેક થઇ શકે છે.
ન્યૂઝીલેન્ડ vs ઇન્ડિયા હેડ-ટૂ-હેડ:
ODIમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો રેકોર્ડ મજબૂત છે. બંને ટીમો વચ્ચે 120 ODI મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 62 મેચમાં જીત મળેવી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે 52 મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી, જ્યારે સાત મેચનું કોઈ પરિણામ આવી શક્યું નહીં.
આ જગ્યાએ જોઈ શકાશે લાઈવ મેચ:
ભારત-ન્યુઝીલેન્ડ ODI સિરીઝનું લાઈવ ટેલીકાસ્ટ સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે, મેચનું લાઈવ સ્ટ્રીમીંગ JioHotstar પર થશે.
ભારતની સંભવિત સ્કવોડ:
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, રૂતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, ઋષભ પંત, નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર.
આ પણ વાંચો…વડોદરામાં વિરાટ-રોહિતને જોવા ક્રિકેટ ફેન્સમાં ભારે ક્રેઝ! માત્ર 8 જ મિનિટમાં ટિકિટો સોલ્ડ આઉટ…



