સ્પોર્ટસ

ભારત-ઇંગ્લૅન્ડની છેલ્લી મૅચનો દિવસ આવી ગયો, વાનખેડેમાં સૂર્યાની આતશબાજી થશે?

મુંબઈઃ વાનખેડેમાં આવતી કાલે (રવિવારે, સાંજે 7.00 વાગ્યાથી) ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટી-20 રમાશે. ભારત સિરીઝ 3-1થી જીતી ચૂક્યું છે.

Also read : `ચાર લેફ્ટી ક્રિકેટરો’એ ભારતને વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડી દીધું

જૉસ બટલરના સુકાનમાં બ્રિટિશરો આ મૅચ જીતીને પરાજયનો માર્જિન 3-2નો કરવા કોઈ કસર નહીં છોડે.
સૂર્યકુમાર યાદવ ઘણા દિવસથી ફૉર્મમાં નથી, પરંતુ આ હોમ-ગ્રાઉન્ડ પર ધમાકેદાર બૅટિંગ કરશે એવી સંભાવના છે.

હાર્દિક પંડ્યા આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન છે અને તે આગામી આઇપીએલ પહેલાંના આ આંતરરાષ્ટ્રીય મુકાબલામાં જબરદસ્ત ઑલરાઉન્ડ પર્ફોર્મ કરવા આતુર હશે એમાં કોઈ શંકા નથી.

વાનખેડેમાં રમાયેલી કુલ આઠ ટી-20 ઇન્ટરનૅશનલ મૅચમાંથી માત્ર ત્રણ મૅચમાં પ્રથમ બૅટિંગ કરનારી ટીમનો વિજય થયો છે.
જોકે 2024ની આઇપીએલમાં સાતમાંથી ચાર મૅચમાં ટીમ પોતે આપેલો લક્ષ્યાંક ડિફેન્ડ કરવામાં સફળ થઈ હતી.

Also read : વિરાટ કોહલી ચિલ્લી-ચિકનમાંથી હવે ચિલ્લી-પનીર પર આવી ગયો છે

તાજેતરમાં જ આ મેદાન પર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચેઝ કરનારી 14માંથી આઠ ટીમે વિજય મેળવ્યો હતો. આ સ્થળે સરેરાશ ટીમ-સ્કોર 145 છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button