IND vs ENG 4th Test: ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, ભારત તરફથી આ ખેલાડીનું ડેબ્યું, કોચ દ્રવિડે કેપ સોંપી મુંબઈ સમાચાર

IND vs ENG 4th Test: ઈંગ્લેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, ભારત તરફથી આ ખેલાડીનું ડેબ્યું, કોચ દ્રવિડે કેપ સોંપી

રાંચી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ આજથી શરૂ થઈ રહી છે. આ મેચ રાંચીમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લિશ ટીમે ગઈ કાલે ગુરુવારે જ તેના પ્લેઇંગ-11ની જાહેરાત કરી હતી. ભારતીય ટીમમાં માત્ર એક ફેરફાર કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહની જગ્યાએ આકાશ દીપને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આકાશ દીપની ડેબ્યું છે. ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે. ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને અજેય લીડ મેળવવા ઈચ્છે છે.

હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. આ પછી વિશાખાપટ્ટનમ અને રાજકોટમાં ભારતીય ટીમનો વિજય થયો હતો.

બંને ટીમોના પ્લેઇંગ-11 ઈંગ્લેન્ડ: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), શોએબ બશીર, ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન.
ભારત: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, સરફરાઝ ખાન, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.

Back to top button