સ્પોર્ટસ
Ind vs Eng 2nd test Day 2: ગિલની ફિફ્ટી, લંચ સુધી ટીમ ઇન્ડિયા પાસે 273 રનની લીડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ભારતે યશસ્વી જયસ્વાલની સદીના આધારે પ્રથમ ઇનિંગમાં 396 રન બનાવ્યા હતા અને જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગને કારણે ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં 253 રનમાં ઓલઆઉટ કરીને 143 રનની નોંધપાત્ર લીડ મળી હતી.
ત્રીજા દિવસે પ્રથમ સેશનના અંતે ભારતે 4 મહત્વની વિકેટ ગુમાવી હતી અને બેટ્સમેનોએ 102 રન બનાવ્યા હતા. શુભમન ગિલે ત્રીજા નંબર પર બેટિંગ કરતા પ્રથમ વખત અડધી સદી ફટકારી છે. સતત ફ્લોપ રહ્યા બાદ ગીલ સારી બેટિંગ કરી રહ્યો છે.
શુભમન ગિલ 60 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો જ્યારે બીજા છેડે અક્ષર પટેલ તેને સપોર્ટ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયાની કુલ લીડ 273 રન છે.
ત્રીજા દિવસના પહેલા સેશનમાં ઈંગ્લેન્ડની ટીમે શાનદાર વાપસી કરી છે. અત્યાર સુધીમાં ભારતની ચાર વિકેટ પડી છે.