IND vs BAN: બાંગ્લાદેશે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, કેપ્ટન રોહિતનો ચોંકાવનારો નિર્ણય

ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ ટોસ જીત્ય બાદ કહ્યું કે “એમે પહેલા બોલિંગ કરીશું. ભેજ છે અને અમે તેનો ઉપયોગ કરવા માંગીએ છીએ, પિચ હાર્ડ લાગી રહી છે. પ્રથમ સેશન સીમર માટે ખૂબ જ સારું રહેશે. આ એક નવી સિરીઝ છે. ટીમમાં અનુભવીઓ અને યુવાઓનું મિક્સચર છે. અમે ત્રણ સીમર સાથે રમીશું.”
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ટીમની પસંદગી કરીને બધાને ચોંકાવી દીધા હતા. અગાઉ બુધવારે, એવા કેટલાક અહેવાલો હતા ભારત એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે. જો કે, ટોસ બાદ રોહિતે ખુલાસો કર્યો કે ટીમે ત્રણ ફાસ્ટ બોલર અને બે સ્પિનરોને ટીમમાં લીધા છે. જસપ્રીત બુમરાહ, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજ ફાસ્ટ બોલર હશે જ્યારે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા સ્પિનર હશે.
રોહિત શર્માએ ટોસ બાદ કહ્યું કે “મેં પણ એમ જ કર્યું હોત (પહેલા બોલિંગ). પિચ થોડી સોફ્ટ છે. પડકારજનક પરિસ્થિતિઓ હશે. અમે તૈયારી કરી છે. 10 ટેસ્ટ મેચોને જોતા, દરેક મેચ મહત્વપૂર્ણ છે પરંતુ અમે એક અઠવાડિયા પહેલા અહીં આવ્યા હતા, અમે ત્રણ સીમર – બુમરાહ, આકાશ દીપ, સિરાજ, અને બે સ્પિનર્સ અશ્વિન અને જાડેજા સાથે રમીશું.”
બાંગ્લાદેશની પ્લેઈંગ ઈલેવન
શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ, નાહીદ રાણા.
ભારતની પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
Also Read –