IND vs AUS 3rd Test: ગાબા ટેસ્ટ ડ્રો રહી, પાંચમા દિવસે વરસાદે પાડ્યું વિઘ્ન
બ્રિસ્બેનના ગાબા સ્ટેડીયમમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી (ND vs AUS 3rd Test) છે. 14 ડિસેમ્બરથી શરુ થયેલી મેચ ખરાબ હવામાનને કારણે પ્રભાવિત થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આજે છેલ્લા દિવસે 89 પર બીજી ઇનિંગ ડિકલેર કરી હતી, ભારતને જીતવામાં માટે 54 ઓવરમાં 275 રનનો ટાર્ગેટ મળ્યો હતો. મેચ રોમાચંક સ્થિતિમાં હતી, જો કે વરસાદને કારણે મેચ ડ્રોમાં પરિણમી.
ભારતે બીજી ઇનિંગમાં વિકેટ ગુમાવ્યા વગર 8 રણ બનાવ્યા હતાં, ત્યાર બાદ ઓછી લાઈટને કારણે મેચ રોકવામાં આવી, ત્યાર બાદ ટી બ્રેક થઇ ગયો. આ પછી વરસાદ પડ્યો હતો. આ પછી વરસાદ ન અટકતા બંને ટીમના કેપ્ટનોએ મેચ ડ્રો પર સમાપ્ત કરવાનો નિર્ણય લીધો.
ભારતને જીતવા માટે 267 રનની જરૂર હતી. યશસ્વી જયસ્વાલ 4 રન અને કેએલ રાહુલ 4 રન બનાવીને ક્રિઝ પર હતા.
ઓસ્ટ્રેલીયાની બીજી ઇનિંગ:
બીજી ઇનિંગમાં એલેક્સ કેરી 20 અને મિચેલ સ્ટાર્ક 2 રન બનાવીને અણનમ રહ્યા હતા. નાથન મેકસ્વીની 4, ઉસ્માન ખ્વાજા 8, માર્નસ લાબુશેન 1, મિચેલ માર્શ 2, ટ્રેવિસ હેડ 17, સ્ટીવ સ્મિથ 4 અને પેટ કમિન્સે 22 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે 3, મોહમ્મદ સિરાજ અને આકાશદીપે 2-2 વિકેટ ઝડપી હતી.
Also read: IND vs AUS 3rd Test: મેચ રોમાંચક સ્થિતિમાં; ભારતને જીતવા માટે આટલા રનનો ટાર્ગેટ
ભારતની પહેલી ઇનિંગ:
ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 78.5 ઓવરમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને 185 રનની લીડ મળી હતી. જસપ્રીત બુમરાહ 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેએલ રાહુલે 84 અને રવિન્દ્ર જાડેજાએ 77 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ 4, શુભમન ગિલ 1, વિરાટ કોહલી 3, ઋષભ પંત 9, રોહિત શર્મા 10, નીતિશ કુમાર રેડ્ડી 16 અને મોહમ્મદ સિરાજ 1 રન બનાવીને આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે 4, મિચેલ સ્ટાર્કે 3, જોશ હેઝલવુડ અને નાથન લિયોને 1-1 વિકેટ ઝડપી હતી.