વિશાખાપટ્ટનમ: ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતની 28 રને નિરાશાજનક હાર થઇ હતી. હૈદરાબાદમાં ભારતીય ટીમની આ પ્રથમ હાર હતી. 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાનાર બીજી ટેસ્ટ માટે પ્લેઇંગ-11 પસંદ કરવી ભારતીય સિલેક્ટર્સ અને કેપ્ટન રોહિત શર્મા માટે કોયડો ઉકેલવા જેવું હશે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને બેટ્સમેન કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. જાડેજા ઈજાને કારણે બીજી મેચ નહીં શકે. વિરાટ પહેલેથી જ પહેલી બે ટેસ્ટ માટે બહાર થઇ ગયો હતો.
હવે રોહિત બાદ ભારત પાસે કોઈ અનુભવી બેટ્સમેન નથી. રાહુલ એ ત્રણ ભારતીય બેટ્સમેનોમાંનો એક હતો જે નંબર 4 પોઝિશન પર સારું પ્રદર્શન કરી શકે. આથી, અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી, કદાચ શ્રેયસ અય્યરને આ મહત્વપૂર્ણ પોઝીશન પર બેટિંગ કરવા મોકો આપવામાં આવે.
વર્ષ 2023ની શરૂઆતમાં શાનદાર પ્રદર્શન બાદ શુભમન ગીલને ભારતીય ક્રિકેટના આગામી સુપરસ્ટાર તરીકે જોવામાં આવી રહ્યો હતો, પરંતુ ટેસ્ટ ફોર્મેટમાં ગિલનું પ્રદર્શન પ્રભાવક રહ્યું નથી. આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે તેનો શ્રેષ્ઠ સ્કોર 36 રનનો જ રહ્યો હતો. હૈદરાબાદમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ગિલ એક ઈનિંગમાં 23 અને બીજીમાં 0 રન પર આઉટ થઇ ગયો. ભારત પાસે વિકલ્પોનો અભાવ હોવાથી, ગિલને કદાચ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં સ્થાન મળી જશે. જો બીજી ટેસ્ટમાં તે નિષ્ફળ રહેશે તો, ત્રીજી ટેસ્ટમાં રાહુલ અને કોહલીનાં આવી જવાથી ગીલને બહાર જવું પડી શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ, આખરે સરફરાઝને ટીમ ઇન્ડીયામાં સ્થાન મળ્યું છે. કોહલીની જગ્યાએ રજત પાટીદારને અગાઉથી જ ટીમમાં સ્થાન મળી ચુક્યું છે, હવે બીજી ટેસ્ટના પ્લેઇંગ-11માં કોને તક મળે એ જોવાનું રહેશે.
બીજી ટેસ્ટ માટે ભારતની સૌથી મહત્વની ચિંતા ઓલરાઉન્ડર જાડેજાનું ના હોવું હશે. સ્પિનર કુલદીપ યાદવ તેનું સ્થાન લઇ શકે છે. જો કે બેટિંગ લાઈન અપ મજબુત બનાવવા વોશિંગ્ટન સુંદર અથવા સૌરભ કુમારના રૂપમાં ઓલરાઉન્ડરના વિકલ્પ પણ છે. સૌરભ કુમારે ગયા અઠવાડિયે ઇંગ્લેન્ડ લાયન્સ સામેની મેચમાં ભારત A માટે પાંચ વિકેટ ઝડપી હતી અને નંબર 8 પર બેટિંગ કરીને 77 રન બનાવ્યા હતા. બીજું કોમ્બીનેશન સિરાજની જગ્યાએ કુલદીપને અને જાડેજાના સ્થાને સુંદર અથવા સૌરભમાંથી કોઈ એકને ટીમમાં સમાવવાનું હોઈ શકે છે.
Taboola Feed