ટોપ ન્યૂઝપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

ઑલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ભારત માટે નવો ઇતિહાસ રચાયો

મનિકાની આગેવાનીમાં ભારતીય મહિલા ટીમનો રોમાનિયા સામે 3-2થી જીતીને પહેલી વાર ક્વૉર્ટરમાં પ્રવેશ

પૅરિસ: આ વખતની ઑલિમ્પિક્સમાં મોટા ભાગે ભારતની મહિલા ઍથ્લીટો-ખેલાડીઓએ જ સારું પર્ફોર્મ કર્યું છે અને એ સિલસિલો મનિકા બત્રા તથા શ્રીજા અકુલાએ સોમવારે જાળવી રાખ્યો હતો. ટેબલ ટેનિસમાં મનિકા અને શ્રીજાએ રોમાનિયા સામેના પ્રી-ક્વૉર્ટર ફાઇનલ થ્રિલરમાં ભારતને 3-2થી વિજય અપાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચાડી દીધું હતું. ઑલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી હોય એવું પહેલી જ વખત બન્યું છે.

મનિકા બત્રાએ અને શ્રીજા અકુલા-અર્ચના કામતની જોડીએ પહેલી બે મૅચ જીતીને ભારતને 2-0થી સરસાઈ અપાવી હતી.
જોકે રોમાનિયા પછીની બે મૅચ જીતી જતાં મુકાબલો નિર્ણાયક મૅચ પર ગયો હતો. એ પાંચમી મૅચમાં મનિકા બત્રાએ ઍડિના ડિયાકૉનુને ભારે રસાકસી વચ્ચે 11-5, 11-9, 11-9થી હરાવીને ભારતને આખા મુકાબલામાં વિજય અપાવ્યો હતો.
ક્વૉર્ટર ફાઇનલમાં ભારતનો મુકાબલો અમેરિકા અથવા જર્મની વચ્ચે થવાનો હોવાનું નક્કી થયું એ દરમ્યાન પૅરિસમાં ભારતીય સંઘમાં નિરાશાના વાતાવરણ વચ્ચે ખુશીની લહેર ફરી વળી હતી.

આ પણ વાંચો : ‘ભારત સેમિ ફાઇનલ જા રહા હૈ…’ એવું બોલીને કૉમેન્ટેટર ચોધાર આંસુએ રડી પડ્યા!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button