પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનું બુધવારનું શેડ્યૂલ પણ ભરચક છે

પૅરિસ: 33મી ઑલિમ્પિક ગેમ્સમાં બુધવારે ભારતના વધુ ઍથ્લીટોને મેડલની નજીક પહોંચવાનો તેમ જ પ્રારંભિક રાઉન્ડ જીતીને પ્રગતિ કરવાનો મોકો છે.

બુધવારના પાંચમા દિવસે શૂટિંગ ઉપરાંત બૅડમિન્ટન, ટેબલ ટેનિસ, બૉક્સિગં, તીરંદાજી અને ઘોડેસવારીની રમતમાં ભારતીયો હરીફો સામે પડકાર ફેંકશે.

સૌની નજર ખાસ કરીને શૂટર્સ ઉપરાંત બૅડમિન્ટન પ્લેયર અને ઑલિમ્પિકસના ચંદ્રકો જીતી ચૂકેલી ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન પીવી સિંધુ પર રહેશે. મુક્કાબાજીમાં લવલીના બોર્ગોહેઇન ભારતને મેડલ અપાવી શકે એમ છે.

આ પણ વાંચો : સાવધાન…‘નમસ્કાર પૅરિસ’ કહીને ભાલાફેંકનો ભારતીય ચૅમ્પિયન ઑલિમ્પિક વિલેજમાં આવી ગયો છે!

એ સિવાય જો કોઈ રમતમાં ભારતીયો મેડલ સુધી પહોંચશે તો એ ચમત્કાર કહેવાશે.

બુધવારે ભારતીયોના પડકાર કઈ રમતોમાં?

શૂટિંગ
-50 મીટર રાઇફલ-થ્રી પૉઝિશન્સ, મેન્સ ક્વૉલિફિકેશન, ઐશ્ર્વરી પ્રતાપ સિંહ તોમર અને સ્વપ્નિલ કુસાળે, બપોરે 12.30
-મહિલાઓની ટ્રૅપ ક્વૉલિફિકેશન, શ્રેયાસી સિંહ અને રાજેશ્ર્વરી કુમારી, બપોરે 12.30

બૅડમિન્ટન
-મહિલા સિંગલ્સ (ગ્રૂપ-સ્ટેજ), પીવી સિંધુ વિરુદ્ધ ક્રિસ્ટિન ક્યૂબા (એસ્ટોનિયા), બપોરે 12.50
-પુરુષ સિંગલ્સ (ગ્રૂપ-સ્ટેજ), લક્ષ્ય સેન વિરુદ્ધ જોનટન ક્રિસ્ટી (ઇન્ડોનેશિયા), બપોરે 1.40
-પુરુષ સિંગલ્સ (ગ્રૂપ-સ્ટેજ), એચએસ પ્રણોય વિરુદ્ધ ડક ફૅટ લી (વિયેટનામ), રાત્રે 11.00

ટેબલ ટેનિસ
-મહિલા સિંગલ્સ, 32 ખેલાડીઓનો રાઉન્ડ, શ્રીજા અકુલા વિરુદ્ધ જિઆન જેન્ગ (સિંગાપોર), બપોરે 2.20

બૉક્સિગં
-75 કિલો વર્ગમાં મહિલાઓનો 16 બૉક્સર્સનો રાઉન્ડ, લવલીના બોર્ગોહેઇન વિરુદ્ધ સુનિવા હૉફ્સ્ટેડ (નોર્વે), બપોરે 3.50
-71 કિલો વર્ગમાં પુરુષોનો 16 બૉક્સર્સનો રાઉન્ડ, નિશાંત દેવ વિરુદ્ધ જોઝ ટેનોરિયો (ઇક્વાડોર), મધરાત બાદ 12.18

તીરંદાજી
-મહિલાઓનો વ્યક્તિગત 1/32 એલિમિનેશન રાઉન્ડ, દીપિકા કુમારી વિરુદ્ધ રીના પર્ણાત (એસ્ટોનિયા), બપોરે 3.56 વાગ્યે
-પુરુષોનો વ્યક્તિગત 1/32 એલિમિનેશન રાઉન્ડ, તરુણદીપ રાય વિરુદ્ધ ટૉમ હૉલ (ગ્રેટ બ્રિટન), રાત્રે 9.15

ઘોડેસવારી
-ડ્રેસાજ ઇન્ડિવિજ્યૂઅલ ગ્રાં પ્રિ દિવસ નંબર-2, અનુષ અગરવાલા, બપોરે 1.30

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button