ind vs eng 4th t20: ભારતે 20 ઓવરમાં નવ વિકેટે 181 રન બનાવ્યા...

ભારતના ત્રણ વિકેટે 12 રન અને પછી મોટી ભાગીદારી બાદ નવ વિકેટે 181…

પુણેઃ ભારતે અહીં આજે ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટી-20માં બૅટિંગ મળ્યા બાદ શરૂઆતના જોરદાર ધબડકા બાદ બે શાનદાર ઇનિંગ્સની મદદથી છેવટે 20 ઓવરમાં નવ વિકેટે 181 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા (53 રન, 30 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને શિવમ દુબે (53 રન, 34 બૉલ, બે સિક્સર, સાત ફોર)ની જોડીએ છઠ્ઠી વિકેટ માટે 87 રનની જે ભાગીદારી કરી એનાથી ભારતીય ટીમની આબરૂ સચવાઈ હતી અને બ્રિટિશ ટીમને 182 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપી શકાયો હતો.

Also read : રોહિત વગરના સમારોહમાં ચમકદમક જ ન રહે, પાકિસ્તાને આ બે પ્રોગ્રામ રદ કરવા પડ્યા…

રાજકોટની ત્રીજી મૅચમાં ખૂબ ધીમી શરૂઆત કર્યા બાદ 35 બૉલમાં 40 રન બનાવનાર હાર્દિકે આજે ધમાકેદાર બૅટિંગ કરીને પુણેનું સ્ટેડિયમ ગજવ્યું હતું. તેણે માત્ર 27 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને કુલ 30 બૉલમાં 53 રન બનાવીને ટીમને સન્માનજનક સ્થિતિમાં લાવી દીધી હતી.

એ પહેલાં, ભારતની શરૂઆત આઘાતજનક હતી. 27 વર્ષના રાઇટ-આર્મ પેસ બોલર સાકિબ મહમૂદને માર્ક વૂડના સ્થાને રમવા મળ્યું હતું અને તેણે શરૂઆતમાં જ ત્રણ ધમાકા કર્યા હતા. તેણે પોતાની પહેલી ઓવરના પહેલા બે બૉલમાં સંજુ સૅમસન (1), તિલક વર્મા (0) અને છઠ્ઠા બૉલમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (0)ને આઉટ કરીને ધમાલ મચાવી દીધી હતી.

પહેલા 12 રનમાં ભારતની ત્રણ વિકેટ પડી ગઈ હતી. જોકે અભિષેક શર્મા (29 રન, 19 બૉલ, એક સિક્સર, ચાર ફોર)એ કમબૅકમૅન રિન્કુ શર્મા (30 રન, 26 બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની જોડીએ ચોથી વિકેટ માટે 45 રનની પાર્ટનરશિપથી બાજી સુધારી લીધી હતી. અક્ષર પટેલ (પાંચ રન) ફરી એકવાર સારું રમવામાં નિષ્ફળ રહ્યો હતો.

Also read : વિરાટ કોહલીના સાવ સસ્તામાં ડાંડિયા ડૂલ… હજારો પ્રેક્ષકો સ્તબ્ધ

સાકિબે ત્રણ તેમ જ જૅમી ઑવર્ટને બે વિકેટ અને બ્રાયડન કાર્સ તથા આદિલ રાશિદે એક-એક વિકેટ લીધી હતી.

સંબંધિત લેખો

Back to top button