સ્પોર્ટસ

ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટર્સ વચ્ચે ટક્કર: તારીખ, વાર, સમય અને સ્થળ નક્કી થઈ ગયા

દુબઇ: મહિલા ક્રિકેટર્સનો ટી-20 વર્લ્ડ કપ જે બાંગ્લાદેશમાં રમાવાનો હતો એ યુએઇ (યુનાઈટેડ આરબ અમીરાત)માં રાખવાનું નક્કી થયા પછી હવે જે શેડ્યૂલ જાહેર થયું છે એ મુજબ ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચેના મુકાબલા વિશે બધુ નક્કી થઈ ગયું છે.

ભારતે હજી ટીમ જાહેર નથી કરી, પરંતુ હરમનપ્રીત કૌરને જ કેપ્ટન બનાવાશે એવું માનીને ચાલીએ તો તેના સુકાનમાં ભારતનો નવી કેપ્ટન ફાતિમા સનાની કેપ્ટન્સીવાળી પાકિસ્તાનની ટીમ સામે મુકાબલો થશે.

ભારત-પાકિસ્તાન મૅચ રવિવાર, છઠ્ઠી ઓક્ટોબરે ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યાથી દુબઈમાં રમાશે.
ઑસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને એની મહિલા ટીમ પહેલી જ વખત યુએઈમાં રમવાની છે.
ભારતની મહિલાઓ પ્રથમ વાર યુએઈમાં ટી-20 રમવા જશે.

બાંગ્લાદેશ આ ટૂર્નામેન્ટનું મુખ્ય યજમાન કહેવાશે અને 3 ઓક્ટોબરે પ્રથમ મૅચ બાંગ્લાદેશ-સ્કોટલેન્ડ વચ્ચે રમાશે. આઈસીસીએ સેમિ ફાઈનલ તથા ફાઈનલ માટે રિઝર્વ-ડેની વ્યવસ્થા રાખી છે.

ભારતની પહેલી મૅચ 4 ઓક્ટોબરે ન્યૂ ઝીલૅન્ડ સામે રમાશે. ભારતના ગ્રૂપ-એમાં ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા પણ છે. ગ્રૂપ-બીમાં સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડિઝ, ઇંગ્લૅન્ડ, બાંગ્લાદેશ અને સ્કોટલૅન્ડ છે. તમામ મૅચો માત્ર દુબઈ અને શારજાહમાં રમાવાની છે.

દરેક ટીમ પોતાના ગ્રૂપમાં ચાર લીગ મૅચ રમશે. બન્ને ગ્રૂપની ટોચની બે-બે ટીમ સેમિ ફાઈનલમાં જશે. ફાઈનલ રવિવાર, 20મી ઓક્ટોબરે દુબઈમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

Also Read –

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…