પાકિસ્તાનનો વધુ એક ડ્રામાઃ યુએઈની મેચ પૂર્વે પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરી | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

પાકિસ્તાનનો વધુ એક ડ્રામાઃ યુએઈની મેચ પૂર્વે પ્રેસ કોન્ફરન્સ કેન્સલ કરી

દુબઈઃ એશિયા કપ 2025માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાચંક મેચ ખેલાયો હતો. જેમાં ભારતને શાનદાર જીત મળી હતી. પરંતુ આ મેચ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હેન્ડશેકને લઈ વિવાદ ઊભો થયો હતો. જે બાદ આજે મંગળવારે પાકિસ્તાનની ટીમ એક પ્રેસ કોન્ફરેન્સનું આયોજન કર્યું હતુ. જોકે, આ પત્રકાર પરિષદને કેન્સલ કરી દેવામાં આવી છે. જેને લઈ હેન્ડશેક વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે. આવતીકાલે 17 સપ્ટેમ્બરના બુધવારે પાકિસ્તાન અને યુએઈ વચ્ચે મેદાની જંગ જામવાનો છે.

પાકિસ્તાને યુએઈ સામેના મહત્વના મેચ પહેલા આયોજન કરેલી પ્રેસ કોનફરન્સ અચાનક રદ્દ કરી દીધી છે, જેને કારણે વિશ્લેષકોમાં અટકળો વધી ગઈ છે. આ પગલુ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન થયેલા હેન્ડશેક વિવાદથી જોડાયેલું હોઈ શકે છે, જ્યાં PCB એ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને જવાબદાર ઠેરવ્યા હતા. PCB એ આરોપ લગાવ્યો કે પાયક્રોફ્ટે પાકિસ્તાન કેપ્ટન સલમાન આગાને કહ્યું કે ભારતીય ખેલાડીઓ સાથે હાથ ન મિલાવો, અને તેણે ભારતનું સમર્થન કર્યું. જો કે ICC એ PCB ની માગને નકારી કાઢી અને પાયક્રોફ્ટને દોષી ન ગણાવ્યા, જેના કારણે પાકિસ્તાને મેચ બોયકોટ કરવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો : હેન્ડશેક વિવાદમાં પાકિસ્તાનને ‘ઝટકો’: મેચ રેફરીને હટાવવાની માગણી આઈસીસીએ ફગાવી

રવિવારે થયેલા ભારત-પાકિસ્તાન મેચમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હેન્ડશેક કરવાનો ઇનકાર કર્યો હતો, જેને કારણે વિવાદ ભભૂક્યો છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું કે આ પગલું BCCI અને સરકારની નીતિ અનુસાર લેવામા આવ્યો હતો, જે પહલગામ આતંકી હુમલાના લેવાયેલા માસુમોના જીવ પ્રત્યેનુ સમર્થન દર્શાવે છે. PCBએ ICCને ફરિયાદ કરી કે રેફરી પાયક્રોફ્ટે જાણીજોઈને પાકિસ્તાનને નુકસાન પહોંચાડ્યું, અને તેને હટાવવાની માગ કરી. જોકે, ICC ની તપાસમાં પાયક્રોફ્ટને નિર્દોષ જાહેર કરાયા. આ વિવાદને કારણે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશન પણ છોડી દીધું હતું.

જાણાવી દઈએ કે, ગ્રુપ-એમાં ભારત, પાકિસ્તાન, યુએઈ અને ઓમાનની ટીમો છે, જેમાં ઓમાન બંને મેચ હારીને બહાર થઈ ગઈ છે. ભારતે બંને મેચ જીતીને સુપર-4માં સ્થાન મેળવી લીધું છે, જ્યારે પાકિસ્તાન અને યુએઈએ એક-એક મેચ જીતી છે. આવતી કાલની મેચના વિજેતા ટીમ જ સુપર-4માં જશે. જો પાકિસ્તાને મેચ બોયકોટ કરી અને વોકઓવર આપ્યો, તો યુએઈને 4 પોઈન્ટ મળશે અને પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આ મેચ દુબઈમાં રમાશે.

આ પણ વાંચો : IND vs PAK: હાથના મિલાવવા અંગે મેચ રેફરીને ACC તરફથી સુચના મળી હતી! અહેવાલમાં દાવો…

સૂત્રોની જાણકારી પ્રમાણે PCB આ વિવાદને લઈ વૈકલ્પિક ઉકેલો વિચારી રહ્યું છે, જેમ કે રિચી રિચર્ડસનને રેફરી તરીકે રાખવું, પરંતુ તેની સંભાવના અનિશ્ચિત છે. જો પાકિસ્તાન મેચ રમે તો તેના માટે મહત્વની જીતની તક છે, પરંતુ બોયકોટના કિસ્સામાં એશિયા કપમાંથી તેમનો પ્રયાણ સમાપ્ત થઈ જશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button