સ્પોર્ટસ

બીજી ટેસ્ટમાં ભારત મોટી મુશ્કેલીમાં

ગુવાહાટી: ભારત અહીં વર્લ્ડ ચેમ્પિયન સાઉથ આફ્રિકા (South Africa) સામેની બીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.

પ્રવાસી ટીમના પહેલા દાવના 489 રનના જવાબમાં યજમાન ટીમે પ્રથમ બે કલાકના સત્રમાં (ટી-બ્રેક સુધીમાં) માત્ર 102 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી છે. હવે તો ચમત્કાર જ ભારતને સિરીઝની હારથી બચાવી શકે.

ટીમ ઇન્ડિયા તેમનાથી હજી 387 રન પાછળ છે. ફૉલો-ઑન ટાળવા ભારત (India)નો કુલ સ્કોર 290 રન હોવો જરૂરી છે જે હાલના તબક્કે મુશ્કેલ લાગે છે.

યશસ્વી (58 રન), રાહુલ (22 રન), સુદર્શન (15 રન) અને વિકેટ ફેંકી દેનાર ધ્રુવ જુરેલ (0) પૅવિલિયનમાં પાછા આવી ગયા હતા. ટી ટાઈમ વખતે કાર્યવાહક સુકાની રિષભ પંત (6) અને રવીન્દ્ર જાડેજા (0) ક્રીઝમાં હતા. ટી બાદ પંત (7) આઉટ થયો હતો. સ્કોર 5/105 હતો.

ભારતીય બૅટ્સમેનો ફરી સાઉથ આફ્રિકાના સ્પિનર્સનો શિકાર થયા છે. યશસ્વી અને રાહુલની 65 રનની ભાગીદારી કેશવ મહારાજે તોડ્યા બાદ ઉપરાઉપરી બે વિકેટ (યશસ્વી, સુદર્શન) સાઇમન હાર્મરે લીધી હતી. જુરેલની અને પંતની વિકેટ પેસ બોલર માર્કો યેનસેનને મળી હતી.

આપણ વાંચો:  ભારતનું અઝલાન શાહ હૉકીમાં છ વર્ષ બાદ ધમાકેદાર કમબૅક…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button