ભારતે ક્રિકેટની ઘરઆંગણાની સીઝનની કરી જાહેરાત, ઇંગ્લૅન્ડ સહિત ત્રણ દેશ સામે રમાશે શ્રેણી

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડે વર્ષ 2024-’25ની ઘરઆંગણાની સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. એક વર્ષની અંદર ઇંગ્લૅન્ડ સહિત ત્રણ દેશ સામે સિરીઝો રમાશે. ખાસ કરીને આ સમયગાળામાં ઑસ્ટ્રેલિયાની ધરતી પરની પાંચ મૅચની શ્રેણી પહેલાં ઘરઆંગણે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના ભાગરૂપે પાંચ ટેસ્ટ રમાશે.
સપ્ટેમ્બરમાં બંગલાદેશ સામેની ટેસ્ટ સિરીઝથી આ કાર્યક્રમ શરૂ થશે.
ઘરઆંગણે એક વર્ષ દરમ્યાન પાંચ ટેસ્ટ ઉપરાંત ભારતની આઠ ટી-20 અને ત્રણ વન-ડે પણ રમાશે.
હોમ-ગ્રાઉન્ડમાં ટીમ ઇન્ડિયાની ઇન્ટરનૅશનલ સીઝનની શરૂઆત 19મી સપ્ટેમ્બરે ચેન્નઈ ખાતેની ટેસ્ટથી થશે. બીજી ટેસ્ટ કાનપુરમાં રમાશે.
આ પણ વાંચો: ભારતીય ક્રિકેટમાં શોકની લહેર, ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કર્યુ સ્યુસાઇડ
ટીમ ઇન્ડિયાનું શેડ્યૂલ:
બંગલાદેશ સામે: 19મી સપ્ટેમ્બરથી પ્રથમ ટેસ્ટ (ચેન્નઈ), 27મી સપ્ટેમ્બરથી બીજી ટેસ્ટ (કાનપુર), 6ઠ્ઠી ઑક્ટોબરે પ્રથમ ટી-20 (ધરમશાલા), 9મી ઑક્ટોબરે બીજી ટી-20 (દિલ્હી) અને 12મી ઑક્ટોબરે ત્રીજી ટી-20 (હૈદરાબાદ).
ન્યૂ ઝીલૅન્ડ સામે: 16મી ઑક્ટોબરથી પ્રથમ ટેસ્ટ (બેન્ગલૂરુ), 24મી ઑક્ટોબરથી બીજી ટેસ્ટ (પુણે), 1 નવેમ્બરથી ત્રીજી ટેસ્ટ (મુંબઈ).
ઇંગ્લૅન્ડ સામે: 22મી જાન્યુઆરીએ પ્રથમ ટી-20 (ચેન્નઈ), 25મી જાન્યુઆરીએ બીજી ટી-20 (કોલકાતા), 28 જાન્યુઆરીએ ત્રીજી ટી-20 (રાજકોટ), 31મી જાન્યુઆરીએ ચોથી ટી-20 (પુણે), બીજી ફેબ્રુઆરીએ પાંચમી ટી-20 (મુંબઈ), 6ઠ્ઠી ફેબ્રુઆરીએ પ્રથમ વન-ડે (નાગપુર), 9મી ફેબ્રુઆરીએ બીજી વન-ડે (કટક) અને 12મી ફેબ્રુઆરીએ ત્રીજી વન-ડે (અમદાવાદ).