સ્પોર્ટસ

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની 42 દિવસના બ્રેક પછી ઉપરાઉપરી ચાર સિરીઝ

પાંચ મહિનામાં રમાશે દસ ટેસ્ટ, આઠ ટી-20 અને ત્રણ વન-ડે સહિત કુલ 21 મૅચ

મુંબઈ: જૂનમાં ભારતે ટી-20નો વર્લ્ડ કપ જીતી લીધો ત્યાર પછી ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામે સિરીઝો રમાઈ છે, પરંતુ હવે તો ભારત પાસે મોટી સંખ્યામાં ખેલાડીઓ થઈ ગયા હોવાથી કોઈ ખાસ ખેલાડી પર વર્કલોડ નથી આવતો. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી હવે રિટાયર થઈ ગયા છે એટલે તેમણે આગામી મહિનાઓમાં એટલી ઓછી મૅચ રમવી પડશે, પરંતુ એકંદરે ટીમ ઇન્ડિયાનું નવું શેડ્યૂલ ખૂબ બિઝી તો છે જ. આપણા ક્રિકેટરો 42 દિવસના આરામ પછી પાંચ મહિના દરમ્યાન કુલ 21 મૅચ રમવાના છે. એમાં દસ ટેસ્ટ, આઠ ટી-20 અને ત્રણ વન-ડે રમાશે.
પાંચમી સપ્ટેમ્બરે દુલીપ ટ્રોફી શરૂ થઈ રહી છે એ વાત અલગ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સિરીઝોની વાત કરીએ તો 19મી સપ્ટેમ્બરે ભારતીય ક્રિકેટરોનું (ખાસ કરીને હેડ-કોચ ગૌતમ ગંભીરનું) નવું મિશન શરૂ થશે. એ પહેલાં, ભારતીય ક્રિકેટરોનો 42 દિવસનો બ્રેક ચાલી રહ્યો છે.

બીસીસીઆઇએ જાહેર કરેલા ફેરફાર કરેલા શેડ્યૂલ મુજબ આગામી પાંચ મહિનામાં ભારતીયો (વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં) બાંગ્લાદેશ, ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ સામે સિરીઝ રમશે. એમાં શરૂઆત ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ અને ત્રણ ટી-20થી થશે.

આ પણ વાંચો: ત્રણ મેદાન, 100 પિચ અને 45 ઇન્ડોર ટર્ક: ક્રિકેટરો અને નીરજ ચોપડા એકસાથે કરશે પ્રૅક્ટિસ!

ભારતની આગામી ચાર સિરીઝો પર એક નજર

ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ:
પ્રથમ ટેસ્ટ, ચેન્નઈ, 19-23 સપ્ટેમ્બર
બીજી ટેસ્ટ, કાનપુર, 27 સપ્ટેમ્બર-1 ઑક્ટોબર
પ્રથમ ટી-20, ગ્વાલિયર, 6 ઑક્ટોબર
બીજી ટી-20, દિલ્હી, 9 ઑક્ટોબર
ત્રીજી ટી-20, હૈદરાબાદ, 12 ઑક્ટોબર

ભારત વિરુદ્ધ ન્યૂ ઝીલૅન્ડ:
પ્રથમ ટેસ્ટ, બેન્ગલૂરુ, 16-20 ઑક્ટોબર
બીજી ટેસ્ટ, પુણે, 24-28 ઑક્ટોબર
ત્રીજી ટેસ્ટ, મુંબઈ, 1-5 નવેમ્બર

ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા:
પ્રથમ ટેસ્ટ, પર્થ, 22-26 નવેમ્બર
બીજી ટેસ્ટ, ઍડિલેઇડ, 6-10 ડિસેમ્બર
ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન, 14-18 ડિસેમ્બર
ચોથી ટેસ્ટ, મેલબર્ન, 26-30 ડિસેમ્બર
પાંચમી ટેસ્ટ, સિડની, 3-7 જાન્યુઆરી

ભારત વિરુદ્ધ ઇંગ્લૅન્ડ:
પ્રથમ ટી-20, કોલકાતા, 22 જાન્યુઆરી
બીજી ટી-20, ચેન્નઈ, 25 જાન્યુઆરી
ત્રીજી ટી-20, રાજકોટ, 28 જાન્યુઆરી
ચોથી ટી-20, પુણે, 31 જાન્યુઆરી
પાંચમી ટી-20, મુંબઈ, 2 ફેબ્રુઆરી
પ્રથમ વન-ડે, નાગપુર, 6 ફેબ્રુઆરી
બીજી વન-ડે, કટક, 9 ફેબ્રુઆરી
ત્રીજી વન-ડે, અમદાવાદ, 12 ફેબ્રુઆરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button