સ્પોર્ટસ

ટીમ ઇન્ડિયાએ જોરદાર ફાઇટબૅક બતાવ્યું, પણ પછી કોહલી…

બેન્ગલૂરુ: અહીં સિરીઝની પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં ગુરુવારે ભારતીય ટીમ ઘરઆંગણાના સૌથી નીચા સ્કોર (46 રન) પર આઉટ થઈ ત્યાર બાદ શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડે 402 રનના સ્કોર સાથે 356 રનની તોતિંગ સરસાઈ લીધી હતી, પરંતુ ભારતીય ટીમે વળતો જવાબ આપીને પોતાની તરફેણમાં કોઈક ચમત્કાર થવાની આશા જીવંત રાખી હતી.

રમતના અંત સુધીમાં બીજા દાવમાં ભારતે ત્રણ વિકેટે 231 રન બનાવ્યા હતા અને કિવીઓની 356 રનની સરસાઈ ઘટાડીને 125 રન સુધી લાવી દીધી હતી. જોકે વિરાટ કોહલી અપ્રતિમ બની શકી હોત એવી ઇનિંગ્સમાં 70 રનના પોતાના સ્કોર પર (રમતના છેલ્લા બૉલ પર) આઉટ થઈ ગયો હતો.

ટેસ્ટ-ક્રિકેટમાં 9,000 રનની અસાધારણ સિદ્ધિ મેળવનાર કોહલી 70 રન પર હતો અને શુક્રવારની રમતનો છેલ્લો બૉલ તેણે રમવાનો હતો. જોકે ફરી એક વાર તે સ્પિનરનો શિકાર થયો હતો. ઑફ-સ્પિનર ગ્લેન ફિલિપ્સના બૉલમાં તે વિકેટકીપર ટૉમ બ્લન્ડેલને કૅચ આપી બેઠો હતો.

આપણ વાંચો: બેન્ગલૂરુમાં ભારતીય ટેસ્ટ ટીમને વધુ એક ઝટકો!

એ પહેલાં વિરાટ કોહલી (70 રન, 102 બૉલ, એક સિક્સર, આઠ ફોર) અને સરફરાઝ ખાન (70 નૉટઆઉટ, 78 બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 136 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી જેને ફિલિપ્સે છેલ્લા બૉલમાં તોડી હતી. હવે બે દિવસ બાકી છે. શનિવારના ચોથા દિવસે ભારતીય ટીમ બીજી બે-ત્રણ મોટી ભાગીદારી નોંધાવશે તો પરાજયથી બચવાનો ટીમ ઇન્ડિયાને મોકો મળી શકે.

યશસ્વી જયસ્વાલ (35 રન, બાવન બૉલ, છ ફોર) અને કૅપ્ટન રોહિત શર્મા (બાવન રન, 63 બૉલ, એક સિક્સર, આઠ ફોર) વચ્ચે 72 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. જોકે બન્ને ઓપનરને સ્પિનર ઍજાઝ પટેલે આઉટ કર્યા હતા. વનડાઉન બૅટર વિરાટ સાથે સરફરાઝ ક્રીઝમાં જોડાયો ત્યારે ભારતનો સ્કોર બે વિકેટે 95 રન હતો અને બન્ને બૅટર મળીને ટીમનો સ્કોર 231 રન સુધી લઈ ગયા હતા.

2024ના વર્ષમાં વિરાટ પહેલી વાર ટેસ્ટમાં હાફ સેન્ચુરી ફટકારવામાં સફળ થયો હતો, પરંતુ સેન્ચુરી સુધી નહોતો પહોંચી શક્યો.

એ પહેલાં, ન્યૂ ઝીલૅન્ડનો પ્રથમ દાવ (જે ગુરુવારે 180/3ના સ્કોર પર અટક્યો હતો) 402 રનના સ્કોર પર સમેટાયો હતો. સ્પિન ઑલરાઉન્ડર રચિન રવીન્દ્ર (134 રન, 157 બૉલ, ચાર સિક્સર, તેર ફોર) કિવી ટીમની ઇનિંગ્સનું સૌથી મોટું આકર્ષણ હતો. તેની અને ટિમ સાઉધી (65 રન, 73 બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર) વચ્ચે આઠમી વિકેટ માટે 137 રનની ભાગીદારી થઈ હતી.

ભારતીય બોલર્સમાં રવીન્દ્ર જાડેજાએ 72 બૉલમાં ત્રણ, કુલદીપ યાદવે 99 રનમાં ત્રણ, મોહમ્મદ સિરાજે 84 રનમાં બે તેમ જ જસપ્રીત બુમરાહે 41 રનમાં એક અને આર. અશ્ર્વિને 94 રનમાં એક વિકેટ લીધી હતી. ઉલ્લેખનીય છે કે ભારતને પ્રથમ દાવમાં તમામ કિવી ફાસ્ટ બોલરે 46 રન સુધી સીમિત રાખ્યા હતા, જ્યારે બીજા જ દિવસે કિવીઓની 10માંથી સાત વિકેટ ભારતીય સ્પિનર્સે લીધી.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker