સ્પોર્ટસ

ભારતની આવતી કાલની મૅચની પ્લેઇંગ-ઇલેવન આવી હોઈ શકે, શમી ઇન થશે તો આઉટ કોણ?

ચેન્નઈઃ ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં ભારતે પરાજયના બે કડવા ડોઝ પીવા પડ્યા ત્યાર બાદ હવે સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝમાં જીતવાનું શરૂ કરી દેતાં ભારતીય ક્રિકેટમાં ફરી આનંદનો સંચાર થયો છે અને પ્રથમ ટી-20ના વિજય બાદ હવે બીજી ટી-20 મૅચ આવતી કાલે ચેન્નઈમાં રમાવાની છે જે માટેની પ્લેઇંગ-ઇલેવન કેવી હોઈ શકે એ અહીં આપણે જાણીશું. એટલું જ નહીં, 14 મહિના પછી ટીમ ઇન્ડિયામાં કમબૅક કરી રહેલા પેસ બોલર મોહમ્મદ શમીને જો ઇલેવનમાં સમાવવામાં આવશે તો કોણે બહાર બેસવું પડી શકે એની પણ થોડી ચર્ચા કરીશું. શમી ભારત વતી છેલ્લે ઑક્ટોબર 2023માં ભારતમાં આયોજિત વન-ડેના વર્લ્ડ કપમાં રમ્યો હતો જેમાં તેણે લીધેલી 24 વિકેટ તમામ બોલર્સમાં હાઇએસ્ટ હતી. ત્યાર પછી તે ઈજાને કારણે નહોતો રમી શક્યો. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે સારું કમબૅક કર્યું છે.

શમી ટીમ ઇન્ડિયા માટે ગેમ ચૅન્જર સાબિત થઈ શકે છે. તે ભારત વતી 23 ટી-20 રમ્યો છે જેમાં તેણે કુલ 24 વિકેટ લીધી છે. 101 વન-ડેમાં 195 વિકેટ લઈ ચૂકેલા શમીને આવતા મહિનાની વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમમાં સિલેક્ટ થયો છે. તે ભારત વતી છેલ્લી ટી-20 મૅચ છેક નવેમ્બર, 2022માં રમ્યો હતો, પરંતુ ઉત્કૃષ્ટ વન-ડે પર્ફોર્મન્સને કારણે તેને ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટી-20 સિરીઝની ટીમમાં સ્થાન મળ્યું છે. જો શમીને આવતી કાલે પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવામાં આવશે તો સ્પિનર રવિ બિશ્નોઈને પડતો મૂકવામાં આવશે એવી સંભાવના છે.

Also read: મોહમ્મદ શમી `પરીક્ષા’માં પાસઃ ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવશે?

ગુરુવારની પહેલી મૅચમાં બિશ્નોઈને બાવીસ રનમાં એકેય વિકેટ નહોતી મળી. બીજા સ્પિનર વરુણ ચક્રવર્તીએ ઘાતક બોલિંગ કરી હતી અને ત્રણ વિકેટ લીધી હતી. વરુણ હવે બીજી મૅચમાં પણ અસરદાર બની શકે. ગુરુવારની મૅચના અન્ય સફળ બોલરમાં વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલ (બાવીસ રનમાં બે વિકેટ) તેમ જ પેસ બોલર્સ અર્શદીપ સિંહ (17 રનમાં બે વિકેટ) અને હાર્દિક પંડ્યા (42 રનમાં બે વિકેટ)નો સમાવેશ હતો

બીજી ટી-20 માટેની ભારતની સંભવિત પ્લેઇંગ-ઇલેવનઃ

સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિન્કુ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button