ટેનિસમાં ભારતે કરી કમાલઃ રામકુમાર અને સાકેતની જોડીએ જીત્યો સિલ્વર મેડલ
હોંગઝોઉઃ ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ટેનિસની મેન્સ ડબલ્સની ફાઇનલમાં ભારતીય જોડી રામકુમાર રામનાથન અને સાકેત માઇનેનીને ચીની તાઇપેઇની જોડી સામે 6-4, 6-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ હાર સાથે ભારતીય જોડીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતીય જોડીને મેચના બંને સેટમાં એકસરખી હારનો સામનો કરવો પડ્યો હતો.
એશિયન ગેમ્સમાં રામકુમારનો આ પહેલો મેડલ છે. સાકેત માટે આ ત્રીજો મેડલ છે. ટેનિસની મેન્સ ડબલ્સમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો હતો. સાકેત અને રામકુમારની જોડી ફાઇનલમાં હારી ગઈ હતી. સાકેત અને રામકુમારને ચીની તાઈપેઈના જેસન અને યુ-હસિયુએ સીધા સેટમાં પરાજય આપ્યો હતો.
ભારતીય જોડીએ પ્રથમ સેટ 6-4થી ગુમાવ્યો હતો. આ પછી બીજા સેટમાં પણ ચીની તાઈપેઈએ રામકુમાર રામનાથન અને સાકેતની જોડીને 6-4થી પરાજય આપ્યો હતો. આમ બંને સેટ હાર્યા બાદ ભારત ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ મેળવી શક્યું ન હતું અને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.