સ્પોર્ટસ

આજે મેચ જીત્યા તો રેકોર્ડ પાક્કો! શું સૂર્યાની ટીમ ઑસ્ટ્રેલિયામાં 13 વર્ષથી ચાલતી ‘અનબીટેન’ પરંપરા જાળવશે?

ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટના કૈરારા ઓવલમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથો T20 મેચ રમાશે. આ મેચ ટેસ્ટ સીરીઝનો નિર્ણયક મેચ બની જશે. કેમકે આ મેચજો ભારત જીતશે તો આપણી ટીમ અજય બની જશે. હાલ સીરીઝ 1-1થી બરાબર છે, અને કેપ્ટન સૂર્યકુમાર યાદવની નજર ધોની-કોહલીની 13 વર્ષ જૂની પરંપરા કાયમ રાખવા પર છે.

જાણકારી પ્રમાણે આજની મેચમાં ભારતીય ટીમમાં કોઈ પણ મોટા ફેરફાર કરવાની શક્યતા નથી. હોબાર્ટમાં 5 વિકેટે જીતાવનારી એ જ 11 ખેલાડીઓ આજે પણ રમશે. જ્યારે બીજી બાજું ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11માં ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમમાંથી ટ્રેવિસ હેડ એશિઝ માટે પાછો ગયો, સીન એબૉટ પણ બહાર કરવામાં આવ્યો. તેની જગ્યાએ ધમાકેદાર ગ્લેન મેક્સવેલની વાપસી થઈ છે. મેચ બપોરે 1:45 વાગ્યે શરૂ થશે.

2012 પછી ઑસ્ટ્રેલિયાની ધરતી પર ભારતે એક પણ T20 સીરીઝ નથી હારી. 2008માં ધોનીની ટીમ 0-1થી હારી હતી, પણ ત્યાર પછી 2012માં 1-1 પોઈન્ટ સાથે મેચ ડ્રો થયો હતો. જ્યારે 2016માં 3-0 સાથે ભારતની ટીમને ક્લીન સ્વીપ મળી હતી. 2018માં ફરી એક વખત મેચ ડ્રો થયો હતો. જ્યારે 2020માં 2-1 સાથે ભારતે વિજેતાનું ખિતામ મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે સૂર્યા જીતશે તો આ પરંપરા યથાવત્ રહેશે, અને 8 નવેમ્બરે બ્રિસ્બેનમાં 3-1થી સીરીઝ જીતવાનો મોકો મળશે.

ઉલ્લેખનીય છે કે જો ભારત આજની મેચ જીતશે તો તે 2-1થી અજેય બનશે, જ્યારે 8 નવેમ્બરના યોજાયેલી મેચ જીતશે તો પણ 3-1થી ભારત આગળ રહેવાની શક્યતા છે. જો ભારત બંને મેચ હારી જશે તો પણ બંને ટીમ 2-2થી બરાબર થશે જેનાથી ભારતની પરંપરા જળવાઈ રહેશે.

ભારતની ટીમના પ્લેઈંગ 11

શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયાની ટીમના પ્લેઈંગ 11

મેથ્યુ શૉર્ટ, મિચેલ માર્શ (કેપ્ટન), જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મિચેલ ઓવેન, ગ્લેન મેક્સવેલ, નાથન એલિસ, ઝેવિયર બાર્ટલેટ, મેથ્યુ કુહ્નમેન, બેન ડ્વાર્શુઇસ.

આ પણ વાંચો…હૅઝલવૂડ પછી હવે ટ્રૅવિસ હેડ પણ ટીમની બહાર, ભારતને ગુરુવારે જીતવાનો મોકો…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button