ભારત vs દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝ; આ જગ્યાએ રમાશે મેચ, જાણો કયારે અને ક્યાં જોઈ શકશો

કોલકાતા: ભારતની પુરુષ ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ વતન પરત ફરી છે, હવે ટીમ લાંબા સમય સુધી ઘરઆંગણે ક્રિકેટ રમતી જોવા મળશે, જેની શરૂઆત દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝથી થશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે, ત્યાર બાદ બંને ટીમો વચ્ચે ત્રણ ODI અને પછી પાંચ T20I મેચની સિરીઝ રમાશે.
આ બે ટેસ્ટની સિરીઝ બંને ટીમો માટે મહત્વની છે કેમ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં ભારત ત્રીજા અને દક્ષિણ આફ્રિકા ચોથા ક્રમે છે, બંને ટીમો પોતાની સ્થિતિ મજબુત બનવવા પ્રયાસ કરશે.
કોલકાતા લાંબા સમય બાદ ટેસ્ટ મેચ:
ટેસ્ટ સિરીઝની પહેલી મેચ કોલકાતાના ઐતિહાસિક મેદાન ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે, 6 વર્ષ બાદ આ મેદાનમાં ટેસ્ટ મેચ રમાશે, કોલકતા ક્રિકેટ ચાહકો મોટી સંખ્યામાં ઉમટે તેવી શક્યતા છે.
ક્યારે શરુ થશે પહેલી મેચ:
પહેલી ટેસ્ટ મેચ મેચ 14 નવેમ્બર, શુક્રવારથી સવારે 9:30 વાગ્યે શરૂ થશે, જયારે ટોસ લગભગ તેના અડધો કલાક પહેલા, સવારે 9 વાગ્યે થશે. દિવસની રમત પણ સાંજે 5 થી 5:30 વાગ્યાની વચ્ચે સમાપ્ત થશે.
બીજી મેચ વહેલી શરુ થશે;
બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ આસામના ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, આ મેચ સવારે 22 નવેમ્બરના રોજ 9 વાગ્યાથી શરૂ થશે, જ્યારે ટોસ અડધો કલાક વહેલા સવારે 8:30 થશે. દિવસની રમત પણ ત્યાં વહેલી સમાપ્ત થશે.
આ ટેસ્ટ સિરીઝ ક્યા જોઈ શકાશે?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સિરીઝનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, જ્યારે મેચનું લીવ સ્ટ્રીમીંગ જિયો હોટસ્ટાર એપ પર થશે.
ભારત સામે દક્ષિણ આફ્રિકાનો દબદબો:
ભારત અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમો વચ્ચે અત્યાર સુધી 16 ટેસ્ટ સિરીઝ રમાઈ છે, જેમાંથી ભારતીય ટીમ માત્ર ચાર સિરીઝ જીતી શકી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે આઠ સિરીઝ જીતી છે. ચાર ટેસ્ટ સિરીઝ ડ્રો રહી છે.
ભારતે આટલા વર્ષ પહેલા સિરીઝ જીતી હતી:
દક્ષિણ આફ્રિકા સામે ભારતે જીતેલી તમામ ચાર ટેસ્ટ સિરીઝ ઘરઆંગણે રમાઈ હતી, આમ ઘરઆંગણે ભારતે મજબુત પ્રદર્શન કર્યું છે. ભારતે છેલ્લે છ વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ જીતી હતી. ભારતે 1996, 2004, 2015 અને 2019માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ જીતી હતી. દક્ષિણ આફ્રિકાએ ભારતમાં માત્ર એક જ ટેસ્ટ સિરીઝ જીતી છે.
ટેસ્ટ સિરીઝ માટે ભારતની ટીમઃ
શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ.
ટેસ્ટ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમઃ
મ્બા બાવુમા (કેપ્ટન), એઈડન માર્કરામ, રેયાન રિકલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન, ડેવાલ્ડ બ્રેવિસ, ઝુબેર હમઝા, ટોની ડી જોર્ઝી, કોર્બીન બોશ, વિઆન મુલ્ડર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, સેનુરન મુથુસામી, કાગીસો રબાડા, સિમોન હાર્મર.



