સ્પોર્ટસ

ટી-20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચ માટે ઈન્ડિયા-એ ટીમ જાહેર; આયુષ બદોની સંભાળશે સુકાન…

નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચ માટે ઈન્ડિયા-એ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આજે અમેરિકા અને નામિબિયા સામેની બે વોર્મ-અપ મેચ માટે ટીમની જાહેરાત કરી છે.

આયુષ બદોની ઈન્ડિયા-એ ટીમની કેપ્ટનશીપ કરશે. રસપ્રદ વાત એ છે કે ઈજાને કારણે બહાર રહેલા તિલક વર્માનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તિલક ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ છે.

ટી-20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. ટુર્નામેન્ટમાં વીસ ટીમો ભાગ લઈ રહી છે. ભારતે 2024માં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું અને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ટીમ આ ટુર્નામેન્ટમાં પોતાનું ટાઇટલ બચાવવા મેદાનમાં ઉતરશે.

ટીમની જાહેરાત કરતી વખતે બીસીસીઆઈએ જણાવ્યું હતું કે ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં જોડાતા પહેલા તિલક વર્મા એક વોર્મ-અપ મેચનો ભાગ રહેશે. તિલકની સર્જરી થઈ હતી જેના કારણે તે ન્યૂ ઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝમાં રમી શક્યો નહોતો. તિલક બેંગલુરુમાં બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રિહેબિલિટેશન હેઠળ છે અને ટૂંક સમયમાં ટીમમાં જોડાય તેવી અપેક્ષા છે. તિલકનું નામ હવે ઇન્ડિયા-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યું છે.

ટી-20 વર્લ્ડ કપ વોર્મ-અપ મેચ માટે ઇન્ડિયા-એ ટીમ:
આયુષ બદોની (કેપ્ટન), નમન ધીર, આશુતોષ શર્મા, પ્રિયાંશ આર્યા, એન.જગદીશન (વિકેટકીપર), તિલક વર્મા, રિયાન પરાગ, માનવ સુથાર, અશોક શર્મા, ઉર્વિલ પટેલ (વિકેટકીપર), ગુરજપનીત સિંહ, વિપરાજ નિગમ, રવિ બિશ્નોઈ, ખલીલ અહેમદ, મયંક યાદવ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button