સ્પોર્ટસ

મયંક અગ્રવાલની કેપ્ટનશિપમાં ઇન્ડિયા-એની ટીમે જીતી દુલીપ ટ્રોફી 2024, ઇન્ડિયા-સીને 132 રનથી હરાવ્યું

અનંતપુરઃ દુલીપ ટ્રોફી 2024ના ત્રીજા રાઉન્ડમાં મયંક અગ્રવાલની કેપ્ટનશીપ હેઠળની ઇન્ડિયા-એની ટીમે ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપ હેઠળની ઇન્ડિયા સીને 132 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ઇન્ડિયા-એ એ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહીને દુલીપ ટ્રોફી 2024નું ટાઇટલ જીત્યું હતું.

દુલીપ ટ્રોફીની ત્રણ મેચોમાંથી ઇન્ડિયા-એની ટીમે બે જીતી હતી અને એક મેચ હારી હતી. બે જીત સાથે આ ટીમના મહત્તમ 12 પોઈન્ટ હતા અને તેના આધારે ટીમ ચેમ્પિયન બની હતી. ઇન્ડિયા-સી પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. ઇન્ડિયા-એ ટીમે 61મી વખત દુલીપ ટ્રોફીનું ટાઇટલ જીત્યું હતું. આ મેચમાં શાશ્વત રાવતને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

દુલીપ ટ્રોફી 2024ની પ્રથમ મેચમાં ઈન્ડિયા-એની કેપ્ટનશીપ શુભમન ગિલે કરી હતી. આ મેચમાં ઈન્ડિયા-એને ઇન્ડિયા બી સામે 76 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ પછી ગિલ બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરિઝ રમવા માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાયો અને ટીમની કેપ્ટનશીપ મયંક અગ્રવાલને સોંપવામાં આવી.

આ પણ વાંચો : IND Vs BAN: અશ્વિને અકરમનો તોડ્યો વિક્રમ, પિતા સાથે અશ્વિને કર્યું કંઈક આવું…

મયંકની કેપ્ટનશિપ હેઠળ આ ટુર્નામેન્ટની બીજી મેચમાં ઈન્ડિયા-એની ટીમે ઇન્ડિયા ડીને 186 રને હરાવ્યું અને પછી ત્રીજી મેચમાં ઈન્ડિયા-એની ટીમે ઇન્ડિયા સીને 132 રને હરાવી ટાઈટલ પર કબજો કર્યો હતો.

આ મેચમાં ઇન્ડિયા-એ તરફથી શાશ્વત રાવતે 124 રન ફટકાર્યા હતા. તે સિવાય અવેશ ખાનના અણનમ 51 રનની મદદથી પ્રથમ દાવમાં 297 રન કર્યા હતા. વિજય કુમાર વ્યાસકે પ્રથમ દાવમાં ઈન્ડિયા સી તરફથી 4 વિકેટ ઝડપી હતી.

આ પછી પ્રથમ દાવમાં અભિષેક પોરેલના 82 રનની મદદથી ઈન્ડિયા સીએ 234 રન કર્યા હતા. પ્રથમ દાવમાં ઇન્ડિયા-એ તરફથી અવેશ ખાન અને આકિબ ખાને સૌથી વધુ 3-3 વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button