IND vs WI: વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમ જાહેર, ‘બાપુ’ બન્યા વાઈસ કેપ્ટન

નવી દિલ્હીઃ ભારત વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ શ્રેણી જાહેરાતે જ ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જગાવી દીધો છે. ત્યારે હવે ભારતે આ ટેસ્ટ સીરીઝ માટેની ઈન્ડિયાની સ્ક્વોડ જાહેર કરી દીધી છે. આ ટીમની જાહેરાતથી લોકોમાં ઉત્સાહ બમણો થઈ ગયો છે. જોકે, આ વખતે ઈન્ડિયાની ટીમમાં ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલને બનાવવામાં આવ્યા છે, જ્યારે વાઈસ કેપ્ટન તરીકે ‘બાપુ’ રવિન્દ્ર જાડેજાને બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ટીમમાં દેવદત્ત પડિક્કલ અને અક્ષર પટેલની વાપસીએ ચાહકોને હેરાન કર્યા છે. બીજી ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટડિયમમથી ટેસ્ટ સિરીઝનો આરંભ થશે.
ભારતીય ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમ જાહેર કરી છે, જેમાં શુભમન ગિલને કેપ્ટન અને રવિન્દ્ર જાડેજા વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. બીજી મહત્ત્વની વાત એ છે કે, ઋષભ પંત ઈજાના કરાણે મેચ રમી શકે તેમ નથી અને આ જ કારણથી જાડેજાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
દેવદત્ત પડિક્કલ અને અક્ષર પટેલની ટીમમાં રી એન્ટ્રી થઈ છે, જ્યારે કરુણ નાયર અને અભિમન્યુ ઈશ્વરનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. પહેલી ટેસ્ટ 2 ઓક્ટોબરે અમદાવાદમાં અને બીજી ટેસ્ટ દસમી ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઋષભ પંતના પગમાં ફ્રેક્ચર થયું હતું. જેની રિકવરી આવતા થોડો સમય લાગશે. આ કારણેથી ઋષભ પંત આ શ્રેણી ભાગ નહીં બને. સિલેક્શન સમિતિના અધ્યક્ષ અજીત અગરકરે જણાવ્યું કે પંત નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી સુધીમાં ફિટ થઈ શકે છે. તેની ગેરહાજરીમાં ધ્રુવ જુરેલ વિકેટકીપર તરીકે રમશે, જ્યારે એન. જગદીશનને બેકઅપ વિકેટકીપર તરીકે રહેશે.
ટીમમાં બેટ્સમેન તરીકે શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન અને દેવદત્ત પડિક્કલ છે. સ્પિન બોલિંગની જવાબદારી કુલદીપ યાદવ સંભાળશે, જ્યારે રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ સ્પિન ઓલરાઉન્ડર તરીકે રહેશે. ફાસ્ટ બોલિંગની આગેવાની જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા કરશે. નીતિશ કુમાર રેડ્ડીને બેટિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો…રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં તોડ્યો લક્ષ્મણનો આ 23 વર્ષ જૂનો રેકોર્ડ