ભારતીય ક્રિકેટમાં 61 વર્ષ બાદ આવું બન્યું; કેએલની સદી અને શુભમનની અડધી સદી સાથે છે કનેક્શન | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટમાં 61 વર્ષ બાદ આવું બન્યું; કેએલની સદી અને શુભમનની અડધી સદી સાથે છે કનેક્શન

અમદાવાદ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. ભારતીય રીમે આજે મેચના બીજા દિવસે મજબુત પકડ બનાવી લીધી છે. ગઈ કાલે પહેલી ઇનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 162 રનમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. ગઈ કાલે સારી શરૂઆત બાદ આજે પણ ભારતીય બેટર્સ શાનદાર બેટિંગ કરી રહ્યા છે, આજે બીજા દિવસે એવા સંજોગો સર્જાયા જે ભારતીય ક્રિકેટમાં 61 વર્ષ પહેલાં સર્જાય હતાં.

ભારતીય ટીમે ગઈ કાલે તેની પહેલી ઇનિંગની શરૂઆત કરી હતી, ત્યારે યશસ્વી જયસ્વાલ 35 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, ત્યાર બાદ સાઈ સુદર્શન પણ ફક્ત સાત રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ સામે છેડે ઓપનર બેટર કેએલ રાહુલ ટકેલો રહ્યો, ત્યારે કેપ્ટન શુભમન ગિલે તેને સાથ આપ્યો.

61 વર્ષ પછી આવું બન્યું:

શુભમન ગિલ 100 બોલ રમીને 50 રન પર આઉટ થયો, જેમાં તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. કેએલ રાહુલ 197 બોલ રમીને 100 રન પર આઉટ થયો, જેમાં તેણે 12 ચોગ્ગા ફટકાર્યા હતા. લગભગ 61 વર્ષ પછી એવું બન્યું છે, જ્યારે ભારતીય ટીમના બે બેટર એક ટેસ્ટની ઇનિંગમાં બરાબર 50 અને 100 રન બનાવીને આઉટ થયા હોય.
અગાઉ 1964 માં દિલ્હીમાં ઈંગ્લેન્ડ સામે એક ટેસ્ટમાં ભારતના એમએલ જયસિંહ 50 અને બુધી કુંદરન 100 રન બનાવીને આઉટ થયાં હતાં.

આ લખાય છે ત્યાં સુધી ભારતે 100 ઓવરમાં 4 વેકેટ ગુમાવીને 335 રન બનાવી લીધા છે, ધ્રુવ જુરેલ 74 અને રવીન્દ્ર જાડેજા 53 રન બનાવીને અણનમ છે.

આ પણ વાંચો…IND vs WI ટેસ્ટ મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાલી રહ્યું! BCCIના આ નીતિ સામે સવાલ ઉઠ્યા

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button