સ્પોર્ટસ

ICCએ મેલબોર્નની પિચને અસંતોષકારક ગણાવી: ઈડન ગાર્ડન્સ અંગે આવો ચુકાદો આપ્યો…

મુંબઈ: તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમની 0-2થી હાર થઇ. આ સિરીઝની પહેલી મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, આ મેચ માત્ર ત્રણ દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ, ત્યાર બાદ પિચ પર સવાલ ઉઠ્યા હતાં, હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) પિચ પર પોતાનો નિર્ણય જાહેર કર્યો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની કોલકાતામાં 14 નવેમ્બરથી શરુ થયેલી ટેસ્ટ મેચ 16 નવેમ્બરે સમાપ્ત થઇ ગઈ હતી. આ દરમિયાન પીચમાં વધુ પડતો ટર્ન જોવા મળ્યો હતો, સ્પિનરોને 22 વિકેટ મળી હતી. મેચ બાદ ઇડન ગાર્ડન્સની પિચ પર સવાલ ઉઠ્યા હતાં. ICCના મેચ રેફરી રિચી રિચાર્ડસનએ કોલકાતાની પિચને સંતોષકારક ગણાવી છે. જેથી ઈડન ગાર્ડન્સ સ્ટેડિયના પિચ ક્યુરેટર અને વેસ્ટ બેંગાલ ક્રિકેટ એસોસિએશનને રાહત મળી છે.

BCCI

માત્ર ત્રણ દિવસમાં જ મેચ સમાપ્ત:
વધુ પડતા ટર્નને કારણે ભૂતપૂર્વ ક્રિકેટરો અને ક્રિકેટ નિષ્ણાતોની પિચની ટીકા કરી હતી, પિચ પર તિરાડો દેખાઈ રહી હતી. મેચના બે દિવસમાં 26 વિકેટ પડી હતી. મેચ દરમિયાન કોઈ પણ બેટર ક્રિઝ પર ટકી શક્યો નહીં, દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા સિવાય એક પણ ખેલાડી 50 રન સુધી પહોંચી શક્યો નહીં.

ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમ 153 રનમાં ઓલઆઉટ થઇ ગઈ, ભારતીય ટીમને જીતવા માટે 123 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ભારતીય ટીમ આ નાનો ટાર્ગેટ પણ ચેઝ ન કરી શકી. ભારતીય ટીમ માત્ર 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને 30 રનથી મેચ હારી ગઈ. દક્ષિણ આફ્રિકાના સ્પિનર સિમોન હાર્મરે બંને ઇનિંગ્સમાં ચાર-ચાર વિકેટ લીધી લીધી.

ભારતીય ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે તેને “સંપૂર્ણ વાહીયાત” પિચ ગણાવી હતી. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોએ પણ પિચની ટીકા કરી હતી. ICC એ પિચને સંતોષકારક ગણાવી.

ICC મેચ રેફરી જેફ ક્રોએ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ(MCG)ની પિચ અસંતોષકારક

મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને ફટકાર:
ICC મેચ રેફરી જેફ ક્રોએ ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ(MCG)ની પિચને અસંતોષકારક ગણાવી હતી. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની એશિઝ સિરીઝ 2025-26ની ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચ ફક્ત બે દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ, જેમાં ઇંગ્લેન્ડની ચાર વિકેટ હાર થઇ હતી. ICCએ MCG ને એક ડિમેરિટ પોઈન્ટ આપ્યો છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button