સિરાજે એવો બોલ ફેંક્યો કે સ્ટમ્પના બે ટુકડા થઇ ગયા! જુઓ વિડીયો

કોલકાતા: દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમની શરમજનક હાર થઇ છે. લો સ્કોરિંગ મેચ ત્રણ દિવસ પણ ન ચાલી શકી, ભારતીય ટીમ 124 રનનો ટાર્ગેટ ચેઝ ન કરી શકી. સોશિયલ મીડિયા પર ભારતીય ટીમની ટીકા કરવામાં આવી રહી છે, સાથે મોહમ્મદ સિરાજે લીધેલી સિમોન હાર્મરની વિકેટની પણ ચર્ચા થઇ રહી છે.
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે સિમોન હાર્મરને બોલ્ડ આઉટ કર્યો હતો. બીજી ઇનિંગની 54મી ઓવર ફેંકવા આવેલા સિરાજે ત્રીજો બોલ ગૂડ લેન્થ પર ફેંક્યો અને બોલ થોડો અંદરની તરફ સ્વિંગ થયો અને હાર્મર બોલ ચુકી ગયો.
મોહમ્મદ સિરાજે ફેંકેલો બોલ સીધો સ્ટમ્પ સાથે અથડાયો બોલ વાગવાથી સ્ટમ્પ પણ તૂટી ગયું. આ વિકેટનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળે છે કે બોલ વાગતા સ્ટમ્પના બે ટુકડા થઇ જાય છે.
MOHAMMED SIRAJ WITH A RIPPER!
— AtifOnCricket (@cricatif) November 16, 2025
Aisa ball dala ki stump hi tod diya — sheer pace, perfect line, absolute destruction! #INDvSA
pic.twitter.com/Zc1dMBKg2a
હાર્મર બીજી ઇનિંગમાં 9 રન બનાવીને આઉટ થયો, પહેલી ઇનિંગમાં તેણે ફક્ત 5 રન બનવ્યા હતાં. પરંતુ ઘાતક બોલિંગ કરીને ભારતીયને બેટર્સને એક પછી એક પવેલિયન મોકલ્યા હતાં. હાર્મરે બંને ઇનિંગ્સમાં 4-4 વિકેટ લીધી.
આપણ વાંચો: 21મી નવેમ્બરથી ઍશિઝ સિરીઝ: ઑસ્ટ્રેલિયાને શરૂઆતથી જ ઝટકા



