‘ઘઉં વેચીને ટિકિટ ખરીદી હતી’ લખનઉ T20I મેચ રદ થતા દર્શકોએ BCCI સામે રોષ ઠાલવ્યો

લખનઉ: ગઈ કાલે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20I મેચ એક પણ બોલ ફેંકાયા વગર રદ કરવામાં આવી. હજારો દર્શકો ઉત્સાહ સાથે સ્ટેડિયમમાં મેચ આવ્યા હતાં, પરંતુ ધુમ્મસ અને ખરાબ એર ક્વોલિટીને કારણે મેચ રદ કરવામાં આવી, જેને કારણે દર્શકો નિરાશ થયા હતાં અને BCCI સામે રોષ ઠાલવી રહ્યા છે.
મેચની ટીકીટ માટે આપેલા રૂપિયા વેડફાઈ જતાં ચાહકો રિફંડની માંગ કરી રહ્યા છે. એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા એક ચાહકે કહ્યું “ઘઉંની ત્રણ બોરી વેચીને ને મેં મેચની ટીકીટ ખરીદી હતું, મને મારા પૈસા પાછા જોઈએ છે.”
ક્રિકેટ ચાહકો મેચ માટે સ્થળની પસંદગી પાછળ BCCIના તર્ક પર સવાલ ઉઠાવી રહ્યા છે. દર્શકો રોષ ઠાલવી રહ્યા છે કે ડિસેમ્બર મહિનામાં રાત્રી દરમિયાન ઉત્તર ભારતમાં ધુમ્મસની સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે લખનઉમાં મેચ કેમ ગોઠવવામાં આવી?
એક દ્રશાકે જણાયું કે, “મેચ વહેલા નક્કી થઈ હોત તો સારું હતું. ટિકિટ અને પૈસા પાછા આપવાનું કોઈ મહત્વ નથી. અમે મેચ જોવા માંગતા હતા,અમે ભારતીય ક્રિકેટ ટીમને રમતી જોવા ઈચ્છતા હતાં.”
આગ્રાથી લખનઉ મેચ જોવા આવ્યો:
એક દર્શકે જણાવ્યું કે તે 350 કિલોમીટર ટ્રાવેલ કરીને લખનઉ મેચ જોવા આવ્યો હતો. દર્શકે કહ્યું, “અમે બધા ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ છીએ. હું મેચ જોવા માટે આગ્રાથી આવ્યો હતો, હું વહેલી સવારે ઘરેથી નીકળ્યો હતો, હવે નિરાશા હાથ લાગી.”
રિફંડ મળશે પણ ચાહકો નિરાશ:
નોંધનીય છે કે BCCI ની પોલિસી મુજબ જો મેચ શરુ થયા વગર જ રદ થાય તો દર્શકોને ટીકીટના પૈસા રિફંડ આપવામાં આવે છે. પરંતુ દર્શકોને એ વાતથી નિરાશ છે કે તેઓ ભારતીય ટીમને રમતી જોવા ઈચ્છતા હતાં, જે તક તેમણે ગુમાવી છે. લોકો પોતાનો સમય અને રૂપિયા ખર્ચીને મેદાન સુધી આવ્યા હતાં, જેનું રિફંડ તેમને મળવાનું નથી.
છેલ્લી મેચ અમદાવાદમાં:
ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની પાંચ T20I મેચની પંચમી અને છેલ્લી મેચ 19 ડિસેમ્બર, શુક્રવારના રોજ અમદાવાદમાં રમશે. અમદાવાદના દર્શકો મેચનો આનંદ માણી શકશે, પરંતુ લખનઉના ચાહકો નિરાશા સાથે ઘરે પરત ફર્યા છે.
આ પણ વાંચો…સાઉથ આફ્રિકા સામેની ટી-20 છેવટે રદઃ ભારત હવે શ્રેણી નહીં હારે…



