IND vs SA 2nd ODI: રાયપુરની પિચ કોને મદદ કરશે? આ જગ્યાએ મેચ મફતમાં જોઈ શકશો

રાયપુર: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ ODI મેચની સિરીઝની બીજી મેચ આજે છત્તીસગઢના રાયપુર સ્થિત શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. પહેલી મેચમાં જીત મેળવીને ભારતીય ટીમે સિરીઝમાં 1-0થી લીડ મેળવી છે. આજે બીજી મેચ જીતીને ભારતીય ટીમ સિરીઝ પર કબજો કરવા ઈચ્છશે, જ્યારે દક્ષિણ આફ્રિકા કમબેક કરવા ઈચ્છશે.
આજની મેચમાં પિચ કેવી રહી શકે છે?
શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આગાઉ રમાયેલી મેચોને ધ્યાનમાં લઈએ તો જાણવા મળે છે કે અહીંની પિચ બેટર્સ અને બોલર્સ બંનેને મદદ કરે છે. જેને કારણે આજની મેચ રસપ્રદ રહે તેવી શક્યતા છે.
અહેવાલ મુજબ મેચની શરૂઆતમાં પિચથી બેટર્સને મદદ મળે છે. પરંતુ જેમ જેમ મેચ આગળ વધે છે, તેમ બોલર્સને ફાયદો મળે છે.
સ્ટેડિયમની પિચ ધીમી, ઓછા બાઉન્સવાળી માનવામાં આવે છે, જ્યાં મિડીયમ-ફાસ્ટ બોલરો અને સ્પીડમાં વેરીએશન કરતા બોલર્સને ફાયદો મળી શકે છે.
મેદાનના આંકડા શું કહે છે?
આ સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર એક જ ODI મેચ રમાઈ છે. 2023માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ODI મેચ રમાઈ હતી, જેમાં ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે માત્ર 20.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ભારતની પ્લેઇંગ ઇલેવન:
બીજી વનડે મેચમાં પણ ભારતીય ટીમની પ્લેઇંગ-11 પહેલી ODI જેવી જ રહી શકે છે. પહેલી ઇનિંગમાં નિષ્ફળ રહ્યા છતાં ઋતુરાજ ગાયકવાડને તક આપવામાં આવી શકે છે. બોલિંગ લાઇનઅપમાં ત્રણ સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલરનો સમાવેશ કરવામાં આવી શકે છે.
ક્યા જોઈ શકશો મેચ?
મેચનું લાઈવ બ્રોડકાસ્ટીંગ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે, જ્યારે લાઈવ સ્ટ્રીમીંગ JioHotstar એપ અને વેબસાઈટ પર થશે.
DD સ્પોર્ટ્સ પર મફતમાં મેચ જોઈ શકાશે.
આપણ વાંચો: ગંભીર-આગરકર વિરુદ્ધ વિરાટ-રોહિતનો વિવાદ ઉકેલવા બીસીસીઆઈએ આ દિગ્ગજને મોકલ્યા…



