બુમરાહે તરખાટ મચાવ્યો! દક્ષિણ આફ્રિકા માત્ર 159 રનમાં ઓલઆઉટ

કોલકાતા: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં આજથી શરુ થઇ છે, ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર 159 રનમાં ઓલઆઉટ થઇ ગઈ. દક્ષિણ આફ્રિકાની ટીમ ફક્ત 55 ઓવર જ રમી શકી.
ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફરી પોતનો જાદુ દેખાડ્યો છે, તેણે પાંચ વિકેટની ઝડપીને દક્ષિણ આફ્રિકાની ટીમને ઘૂંટણીયે પાડી દીધી છે. તેણે 14 ઓવર ફેંકી અને માત્ર 27 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી જ્યારે અક્ષર પટેલે એક વિકેટ લીધી.
દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ રન એડન માર્કરામે બનાવ્યા, તેણે 48 બોલમ 31 રન બનાવ્યા. ત્યાર બાદ રાયન રિકેલ્ટને 22 બોલમાં 23 રનની ઝડપી ઇનિંગ રમી. ટોની ડી જોર્ઝી 24 અને વિઆન મુલ્ડરે 24 રન બનાવ્યા. કેપ્ટન ટેમ્બા બાવુમા સહિત દક્ષિણ આફ્રિકાના પાંચ ખેલાડીઓ બે આંકડા સુધી પણ ન પહોંચી શક્યા.
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, ટીમની શરૂઆત સારી રહી. ઓપનીંગ બેટર્સ એડન માર્કરામ અને રાયન રિકેલ્ટન વચ્ચે 57 રને પાર્ટનરશીપ થઇ, પરંતુ ત્યાર બાદ એકબાદ એક વિકેટ પડતી રહી. લંચ સુધી ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ, દક્ષિણ આફ્રિકાએ બીજા સેશનમાં 5 વિકેટ ગુમાવી દીધી. ટી બ્રેક સુધી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 154/8 હતો. ત્યાર બાદ છેલ્લા સેશનમાં ટીમે છેલ્લે 2 વિકેટ ગુમાવી.
આ પણ વાંચો…સાઉથ આફ્રિકાનો પહેલા સેશનમાં ધબડકો, લંચ પછી વધુ બે વિકેટ ગુમાવી



