IND vs SA 1st T20: ડરબનમાં મુસળધાર વરસાદ, ટોસમાં વિલંબ
ડરબન: વરસાદને કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20I મેચના ટોસમાં વિલંબ થયો છે. પ્રથમ T20 સમયસર શરૂ નહીં થઇ શકે કેમ કે ડરબનમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. કિંગ્સમીડનું મેદાન કવર હેઠળ છે. જાણકારી મુજબ ફાસ્ટ બોલર દીપક ચહર અંગત કારણોસર આજની મેચમાં નહિ રમી શકે. આવી સ્થિતિમાં મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમારની ત્રિપુટી આજે ટીમમાં સામેલ હશે. ચહર તેના પિતાની બિમારીના કારણે ટીમ સાથે જોડાયો નથી.
મેચ માટે નિર્ધારિત પ્રારંભ સમય 7:30 વાગ્યે ડરબનમાં તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે, AccuWeather અનુસાર આગામી સમાન રહેવાની ધારણા છે. વરસાદની સંભાવના લગભગ 20 ટકા છે.
આગાહીના અનુસાર, સાંજથી મોડી રાત સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. રાત્રે પણ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. મતલબ કે આજની મેચ રદ પણ થઇ શકે છે.
ઘર આંગણે પાંચ મેચની T20I શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામેની યાદગાર જીત બાદ, સૂર્યકુમાર યાદવ અને ટીમ સાઉથ આફ્રિકાનો સામનો કરવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયામાં રિંકુ સિંહ, જીતેશ શર્મા, યશસ્વી જયસ્વાલ અને અન્ય જેવા ખેલાડીઓ પણ સામેલ છે, જેમણે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની આગેવાની સ્ટાર બેટ્સમેન એડન માર્કરામ કરશે.