અમદાવાદઆપણું ગુજરાતસ્પોર્ટસ

અમદાવાદમાં ભારતીય મહિલા ક્રિકેટરોની દિવાળી યાદગાર…

ભારતીય મહિલાઓ ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝ જીતવામાં સફળ, મંધાનાએ તોડ્યો મિતાલીનો મોટો રેકૉર્ડ

અમદાવાદ: ભારતના પુરુષ ક્રિકેટરો ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ-સિરીઝ હારી બેઠા, પરંતુ ભારતની મહિલા ક્રિકેટર્સે ન્યૂ ઝીલૅન્ડને વન-ડે સિરીઝ હરાવવામાં સફળતા મેળવી છે. મંગળવારે અહીં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતીય મહિલા ટીમે ન્યૂ ઝીલૅન્ડને ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 34 બૉલ બાકી રાખી છ વિકેટના માર્જિનથી હરાવીને સિરીઝની ટ્રોફી 2-1થી જીતી લીધી હતી. સ્મૃતિ મંધાના (100 રન, 122 બૉલ, 10 ફોર), કૅપ્ટન હરમનપ્રીત કૌર (59 અણનમ, 63 બૉલ, છ ફોર) તેમ જ બે બોલર દીપ્તિ શર્મા (39 રનમાં ત્રણ વિકેટ) તથા પ્રિયા મિશ્રા (41 રનમાં બે વિકેટ)નાં આ જીતમાં સૌથી મોટા યોગદાન હતા. ખાસ કરીને મંધાનાનો પર્ફોર્મન્સ યાદગાર હતો. તેણે આઠમી વન-ડે સેન્ચુરી ફટકારી અને ભારત વતી મહિલાઓની વન-ડેમાં સૌથી વધુ સાત સદી નોંધાવનાર મિતાલી રાજનો રેકૉર્ડ તેણે તોડ્યો છે.

આ પણ વાંચો : Women’s Asian Champions Trophy Hockey: ભારતીય હૉકી ટીમની જાહેરાત, સલીમા ટેટે બની કેપ્ટન

સૌથી વધુ વન-ડે સેન્ચુરી ફટકારનાર ભારતીયોમાં હવે મિતાલીની આગળ મંધાનાનું નામ આવી ગયું છે. આ લિસ્ટમાં ઑસ્ટ્રેલિયાની મેગ લેનિંગ 15 સદી સાથે મોખરે છે.

મંધાના સિરીઝની પહેલી બન્ને વન-ડેમાં 5 અને 0ના સ્કોર સાથે ફ્લૉપ રહી હતી, પણ તેણે ખરા સમયે સદી ફટકારીને ભારતને ટ્રોફી અપાવી હતી.

મંગળવારે અમદાવાદની મૅચમાં ન્યૂ ઝીલૅન્ડે બૅટિંગ પસંદ કરી હતી અને બ્રૂક હૅલિડેઇનાં 86 રનની મદદથી 232 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 44.2 ઓવરમાં ચાર વિકેટે 236 રન બનાવીને વિજય મેળવી લીધો હતો.

વાઇસ-કૅપ્ટન મંધાના અને કૅપ્ટન હરમનપ્રીત વચ્ચે ત્રીજી વિકેટ માટે 117 રનની ભાગીદારી થઈ હતી. તેમણે ટીમનો સ્કોર 92 રન પરથી 209 રન પર પહોંચાડ્યો હતો. વિકેટકીપર યસ્તિકા ભાટિયાએ 35 રન અને જેમાઇમાએ બાવીસ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : વૉટ એ કૅચ! રાધા યાદવની જૉન્ટી રહોડ્સની સ્ટાઇલમાં ડાઇવ…

મંધાનાને પ્લેયર ઑફ ધ મૅચનો અને દીપ્તિ શર્માને પ્લેયર ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker