સ્પોર્ટસ

ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં શ્રેયસ ઐયરનું કમબેક થશે? આ બે સ્ટાર ખેલાડીઓનું પત્તું કપાઈ શકે!

મુંબઈ: ન્યૂઝીલેન્ડની મેન્સ ક્રિકેટ ટીમ જાન્યુઆરીમાં ભારતના પ્રવાસે આવવાની છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ODI અને 5 T20I મેચની સિરીઝ રમશે. BCCIએ ન્યુઝીલેન્ડ સામેની T20I માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે, જ્યારે ODI ટીમની હજુ જાહેરાત જાન્યુઆરીની શરૂઆતમાં કરવામાં આવશે. એવામાં સૌથી વધુ ચર્ચા શ્રેયસ ઐયરના સિલેકશન અંગે થઇ રહી છે.

નોંધનીય છે કે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન 25 ઓક્ટોબરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રેયસ ઐયરને પાંસળીમાં ગંભીર ઈજા થઇ હતી, તે બે મહિનાથી ક્રિકેટથી દુર છે. ન્યુઝીલેન્ડ સામેની ODIમાં તે કમબેક કરે તેવી અપેક્ષા છે, હાલ બેંગલુરુ સ્થિત BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે શ્રેયસની રિકવરી પર દેખરેખ રાખવામાં આવી રહી છે.

એક અહેવાલ મુજબ BCCIના ડોક્ટર્સ અને અધિકારીઓને શ્રેયસની રિકવરી સંતોષજનક લાગશે તો, તે 3 અને 6 જાન્યુઆરીએ મુંબઈ માટે વિજય હજારે ટ્રોફીની મેચ રમી શકે છે.

બીજી તરફ BCCIના સુત્રોના જણાવ્યા મુજબ 50 ઓવરની મેચ રમવા માટે શ્રેયસ સક્ષમ છે કે નહીં એ અંગે હજુ કેટલાક ટેસ્ટ કરવામાં આવશે. સુત્રોના જણવ્યા મુજબ શ્રેયસ આ સ્કિલ ટ્રેનીંગ શરૂ કરી છે. તે સારી સ્થિતિમાં દેખાઈ રહ્યો છે, પરંતુ તે 50 ઓવરની ફિલ્ડિંગ કરવા સક્ષમ છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવામાં આવશે.

ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી ODI મેચ વડોદરામાં રમાવાની છે.

આ બે ખેલાડીઓને વાત રાખવામાં આવી શકે છે:
BCCIના સિલેક્ટર્સ વિજય હજારે ટ્રોફીમાં ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી રહ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં હશે એ નક્કી છે. ગરદનની ઇજાને શુભમન ગિલને દક્ષિણ આફ્રિકા સામેની ODI સિરીઝમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, ન્યુઝીલેન્ડ સામે તે ટીમની કેપ્ટનશીપ કરશે, જેના કારણે યશસ્વી જયસ્વાલને બહાર બેસવું પડી શકે છે. શ્રેયસ ઐયર ટીમમાં સામેલ થતાં, રુતુરાજ ગાયકવાડને ટીમમાંથી બાકાત રાખવામાં આવી શકે છે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં ઇશાન કિશનના પ્રદર્શનને કારણે તેને સેકન્ડ વિકેટકીપર-બેટ્સમેન તરીકે તક મળે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button