IND vs ENG: યશસ્વી જયસ્વાલની ગોરાઓ સામે આક્રમક બેટિંગ, માત્ર આટલા જ બોલમાં ફટકારી સદી
રાજકોટ: IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું અને 445 રન બનાવ્યા. આ પછી ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 319 રન જ બનાવી શકી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવના આધારે 126 રનની લીડ મળી હતી. ઈંગ્લેન્ડ સામે પ્રથમ દાવમાં ભારતીય બોલરોએ રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ની ગેરહાજરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પછી યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) બીજી ઇનિંગમાં ભારત માટે શાનદાર બેટિંગ કરી અને શાનદાર સદી ફટકારી.
યશસ્વી જયસ્વાલે ઇનિંગની શરૂઆતથી જ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્મા બીજા દાવમાં વહેલો આઉટ થયો હતો. આ પછી યશસ્વીએ રન બનાવવાની જવાબદારી સંભાળી હતી. તેણે વિસ્ફોટક બેટિંગ કરીને સદી ફટકારી હતી. તેણે 122 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તે હાલમાં 100 રન બનાવીને ક્રિઝ પર મોજૂદ છે. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની ત્રીજી સદી છે.
યશસ્વી જયસ્વાલ શાનદાર ફોર્મમાં છે. તેણે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં પણ શાનદાર બેવડી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે 209 રનની ઇનિંગ રમી હતી. જયસ્વાલે વર્ષ 2023માં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી હતી. તેણે અત્યાર સુધી 7 ટેસ્ટ મેચમાં 735 રન બનાવ્યા છે જેમાં ત્રણ સદી સામેલ છે.