સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડમાં ભારતીય મહિલાઓ ટી-20 સિરીઝ 3-2થી જીતી…
20 વર્ષની શ્રી ચરની ડેબ્યૂમાં જ શ્રેણીની સુપરસ્ટારઃ હવે 16મીથી વન-ડે શ્રેણી

લંડનઃ હરમનપ્રીત કૌરના કૅપ્ટન્સી અને સ્મૃતિ મંધાનાનાં ઉપસુકાનીપદમાં ભારતની મહિલા ટીમે શનિવારે ઇંગ્લૅન્ડ સામેની ટી-20 શ્રેણી 3-2થી જીતી લીધી હતી. એ દિવસની પાંચમી અને છેલ્લી મૅચમાં શેફાલી વર્મા (Shefali Verma)ના 75 રન છતાં ભારતનો છેલ્લા બૉલે પરાજય થયો હતો, પરંતુ હરમનપ્રીતની ટીમ એ પહેલાં જ ટ્રોફી (trophy) પર કબજો કરી ચૂકી હતી.
સિરીઝમાં સૌથી વધુ 10 વિકેટ લેનાર 20 વર્ષની સ્પિનર શ્રી ચરની (Shree CHARNI)ને પ્લેયર ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો. આ તેની પહેલી જ ટી-20 શ્રેણી હતી. સ્મૃતિ મંધાનાના 221 રન બન્ને ટીમની તમામ બૅટર્સમાં હાઇએસ્ટ હતા.હવે ભારતીય ટીમ 16મી જુલાઈથી ઇંગ્લૅન્ડ સામે વન-ડે સિરીઝ રમશે.