IND VS ENG: જીત પછી રોહિત શર્માએ શા માટે આપ્યું આ નિવેદન…

રાંચીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થયા પછી ભારતીય ટીમે વિજય મેળવ્યા પછી રોહિત શર્માએ સૌથી મોટું નિવેદન આપ્યું હતું. ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ વગેરે ઓલરાઉન્ડર નહીં હોવા છતાં ટીમ ઈન્ડિયા સિરીઝ જીતી હતી, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે જેમને ટેસ્ટ ક્રિકેટની ભૂખ છે, જે જોઈને ખબર પડી જાય છે. તો પછી આ બધાને રમાડવાનો શું ફાયદો?
મેચ જીત્યા પછી રોહિત શર્માએ સ્ફોટક નિવેદન આપ્યું હતું. અલબત્ત, યુવા બ્રિગેડના શાનદાર પ્રદર્શનની મદદથી ઈંગ્લેન્ડને પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં હરાવ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે ટીમમાં યુવાનોને સતત સલાહની જરૂર નથી પરંતુ સારા પ્રદર્શન માટે સારો માહોલ આપવાની જરૂર છે.
પોતાની બીજી ટેસ્ટ રમી રહેલા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે બંને ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ દાવમાં 90 રન અને બીજા દાવમાં અણનમ 39 રન કર્યા હતા. યશસ્વી જયસ્વાલ, આકાશ દીપ અને સરફરાઝ ખાને પણ આ શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું.
રોહિતે ચોથી ટેસ્ટ જીત્યા બાદ કહ્યું હતું કે આ ખૂબ જ મુશ્કેલ શ્રેણી છે અને જીત્યા બાદ સારું લાગે છે. અમારી સામે ઘણા પડકારો હતા, પરંતુ અમે તેનો સારી રીતે સામનો કર્યો. આ યુવા ખેલાડીઓ સ્થાનિક ક્લબ ક્રિકેટમાંથી અહીં આવ્યા છે. તે એક મોટો પડકાર હતો, પરંતુ તેણે શાનદાર પ્રદર્શન કર્યું.
રોહિતે કહ્યું હતું કે અમારે તેમને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું પડશે. સતત સલાહ આપવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. તેઓ જાણે છે કે તેઓએ શું કરવાનું છે. જુરેલ શાંતિથી રમ્યો. પ્રથમ દાવમાં તેના 90 રન મહત્વના હતા અને બીજી ઇનિંગમાં ગિલ સાથે તેણે ભાગીદારી કરી. ટીમના મહત્વના ખેલાડીઓને રિપ્લેસ કરવા સરળ નથી પરંતુ આ યુવાનોએ સારું પ્રદર્શન કર્યું છે.
હાર બાદ કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું કે તેને ટીમ પર ગર્વ છે, ખાસ કરીને બિનઅનુભવી સ્પિનરો શોએબ બશીર અને ટોમ હાર્ટલી પર. રોહિતે કહ્યું હતું કે તે એક સારી ટેસ્ટ મેચ હતી. ઘણા ઉતાર-ચઢાવ હતા જે સ્કોર બોર્ડ પરથી દેખાતા નથી. અમારા સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને મને તેનો ગર્વ છે.