
થઈ રહ્યો છે જેમાં તે સરફરાઝ ખાન પર ગુસ્સે ભરાયેલો જોવા મળી રહ્યો છે… હજી નવા નવા જ ટીમમાં આવેલા સરફરાઝ ખાને એવું તે શું કર્યું કે સરફરાઝ ખાને કે રોહિતને ગુસ્સો આવી ગયો..
એમાં થયું એવું કે ટીમ ઈન્ડિયાની ગૂગલી સામે ઈંગ્લેન્ડના ખેલાડીઓએ ઘૂંટણીએ પડી ગયા હતા. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 145 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમે 133 રન બનાવ્યા ત્યારે રોબિન્સનની વિકેટ પડી હતી. એ વખતે રોહિતે વધુ ક્લોઝ ફિલ્ડિંગ લગાવી. પરંતુ 47મી ઓવરમાં સરફરાઝે કંઈક એવું કર્યું હતું રોહિતનો પિત્તો ગયો હતો.
સરફરાઝ હંમેશની જેમ જ સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ માટે આવ્યો, પરંતુ એ સમયે તેણે હેલ્મેટ પહેર્યું નહોતું. આ જોઈને રોહિત ગુસ્સે ભરાયો અને તેણે સરફરાઝને સંબોધીને કહ્યું કે એ ભાઈ અહીંયા હીરોગિરી નથી ચાલતી, હેલ્મેટ પહેરી લે… આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. રોહિતે સરફરાઝની કાળજીને કારણે તેના પર ગુસ્સો કર્યો હતો. રોહિતની આ વાત સાંભળીને સરફરાઝ માટે ડગઆઉટમાંથી હેલ્મેટ મંગાવવામાં આવ્યું હતું.
ચોથી ટેસ્ટમાં પહેલી ઈનિંગ વખતે સરફરાઝે ખાસ કંઈ સારું પ્રદર્શન કરી શક્યો નહોતો અને તેણે 14 રન જ બનાવ્યા હતા. સરફરાઝ પાસે ટીમ ઈન્ડિયા અને ક્રિકેટપ્રેમીઓને સારા રનની અપેક્ષા હતી, પણ તેમ છતાં તે મેદાનમાં ટકી શક્યો નહોતો.