ICC મેન્સ વર્લ્ડ કપ 2023માં સતત પાંચ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી ટીમ ઈન્ડિયા માટે આગામી પડકાર ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ હશે. 29મી ઓક્ટોબર રવિવારે લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાનાર મેચમાં ટીમ ઈન્ડિયા જીત મેળવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાના ઈરાદા સાથે ઉતરશે. બીજી તરફ સંઘર્ષ કરી રહેલી ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપમાં ટકી રહેવા જીત મેળવવા કોશિશ કરશે. ઈંગ્લેન્ડની ટીમ આજે લખનઉ પહોંચશે.
એકાના સ્ટેડિયમમાં રમાનાર આ મેચ લાલ માટી વળી પીચ પર રમાઈ શકે છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ એક ફાસ્ટ બોલરને ઓછો કરી શકે છે અને અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને તક આપી શકે છે. શાર્દુલ ઠાકુરને ધર્મશાલાની મેચની જેમ મેદાન બહાર બેસવું પડી શકે છે. ન્યૂઝીલેન્ડ સામેની આ મેચની જેમ, ટીમ મેનેજમેન્ટ લખનૌમાં પાંચ બોલરોને મેદાનમાં ઉતારી શકે છે.
મેચ માટે બુધવારે રાત્રે લખનઉ પહોંચેલી ભારતીય ટીમ ગુરુવારે એકાના સ્ટેડિયમ પહોંચી હતી. ખેલાડીઓએ મુખ્ય સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશનની શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં એકાના સ્ટેડિયમમાં બે T20 અને એક ODI મેચ રમી છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે રમાયેલી T20 મેચમાં શાનદાર જીત નોંધાવી હતી, ત્યારે દક્ષિણ આફ્રિકા સામે ODIમાં નવ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આમ ભારતીય ટીમ આ મેદાનમાં પ્રથમ વનડે જીતવાના લક્ષ્ય સાથે રમવા ઉતરશે.
એકાના સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ વર્લ્ડ કપ મેચોની વાત કરીએ તો અત્યાર સુધી બેટ્સમેનોને ઘણી મદદ મળી છે. મોડી સાંજથી ઠંડીમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં ઝાકળ પડવા પર લક્ષ્યનો પીછો કરવો સરળ બને છે, લક્ષ્યનો પીછો કરતી ટીમને જીતની વધુ શક્યતા હશે.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ