‘ભારતીય ટીમમાં પ્રતિભા તો છે પણ…’ ઇંગ્લેન્ડના વાઇસ-કેપ્ટનને પડકાર ફેંક્યો | મુંબઈ સમાચાર

‘ભારતીય ટીમમાં પ્રતિભા તો છે પણ…’ ઇંગ્લેન્ડના વાઇસ-કેપ્ટનને પડકાર ફેંક્યો

લંડન: ભારતીય ક્રિકેટ ટીમ 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવા ઇંગ્લેન્ડ પ્રવાસ (India’s tour of England) પર છે. ગત મહીને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ, ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ શુભમન ગિલને (Shubhman Gill)સોંપવામાં આવી છે. ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલી(Virat Kohli)એ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતા ટીમની જવાબદારી યુવા ખેલાડીઓ પર છે. 20મી જુનથી સિરીઝની પહેલી ટેસ્ટ શરુ થવાની છે, એ પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વાઈસ-કેપ્ટન ઓલી પોપે (Ollie Pope) મોટંપ નિવેદન આપ્યું છે.

ઓલી પોપે કહ્યું શુભમન ગિલના નેતૃત્વ હેઠળની યુવા ભારતીય ટીમમાં ઘણી પ્રતિભા છે, પરંતુ પાંચ ટેસ્ટ મેચની આ સિરીઝમાં ભારતીય ટીમને વિરાટ કોહલીની ખોટ સાલશે.

ભારતીય ખેલાડીઓમાં ઘણી પ્રતિભા:

ઓલી પોપે કહ્યું, “આ એક યુવા ટીમ છે પરંતુ આ ભારતીય ખેલાડીઓમાં ઘણી પ્રતિભા છે. ટીમમાં ઘણા સારા ખેલાડીઓ છે. તેમનો નવો કેપ્ટન શુભમન ગિલ એક શાનદાર ખેલાડી છે. તેઓ વિરાટ કોહલીના ‘ઔરા’ની યાદ અપાવશે, જે સ્લિપમાં ઉભા રહીને ઘણી વાતો કરતા રહેતા હતાં. યુવા ટીમમાં સારી પ્રતિભા છે, તેથી તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર હશે. પરંતુ અમારા ખેલાડીઓ તેમનો સામનો કરવા માટે તૈયાર છે.”

એશિઝ માટે તૈયારી:

પોપે ભારત સામેની ટેસ્ટ સિરીઝને આ વર્ષના અંતમાં રમાનારી એશિઝ માટે તૈયારી કરવા મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું, “ભારત સાથે રમવાનો અમારા માટે આ એક યોગ્ય સમય છે. આ સિરીઝ પછી એશિઝ આવશે. ગયા ઉનાળામાં અમે વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા સાથે રમ્યા હતા..”

યુવા ટીમ પર મોટી જવાબદારી:

નોંધનીય છે કે ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર વર્ષ 2007 થી એક પણ ટેસ્ટ સિરીઝ જીતી નથી, ભારતીય ટીમ 2011, 2014 અને 2018 માં ટેસ્ટ સિરીઝ હારી ગઈ હતી, જ્યારે 2021-22 સિરીઝ ડ્રો રહી હતી. એવામાં શુભમન એન્ડ કંપની પર મોટી જવાબદારી રહેશે, ભારતીય ક્રિકેટ ચાહકોને યુવા ક્રિકેટરો પાસેથી ઘણી અપેક્ષા છે.

ઇંગ્લેન્ડની બોલર્સ ઈજાગ્રસ્ત:

ઓલી પોપે ભારતને પડકારતો ફેંક્યો છે, પણ સિરીઝ પહેલા ફાસ્ટ બોલરોની ઇજા ઇંગ્લેન્ડ માટે મોટો ઝટકો છે. જોફ્રા આર્ચર પહેલી ટેસ્ટ નહીં રમે, માર્ક વુડ ઇજાને કારણે ટીમમાંથી બહાર છે. ગુસ એટકિન્સન હજુ પણ હેમસ્ટ્રિંગ ઇજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. જ્યારે જોશ ટંગ ઇન્ડિયા-એ સામેની બીજી અનઓફીશીયલ ટેસ્ટ દરમિયાન ઘાયલ થયો હતો અને તેની ઇજા કેટલી ગંભીર છે તે હજુ સ્પષ્ટ નથી. આવી સ્થિતિમાં, ઇંગ્લેન્ડની બોલિંગ ક્રિસ વોક્સ પર નિર્ભર રહેશે, એ પણ ઇજામાંથી સ્વસ્થ થયા પછી ટીમમાં પરત ફરી રહ્યો છે.

આ પણ વાંચો…શ્રેયસને સિલેક્ટ ન કરવા બદલ ગાંગુલી ગુસ્સામાં, સિરીઝ જીતવા માટે બે મંત્ર પણ આપ્યા

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button