IND Vs ENG Test Match: Kuldeep Yadav માટે આ શું બોલી ગયો ઈંગ્લેન્ડનો X Captain??? Post થઈ Viral…
હાલમાં રાંચી ખાતે IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે અને આ મેચમાં Team India એક પછી એક નવા નવા રોકોર્ડ બનાવીને ઇંગ્લિશ ટીમને રાતે પાણીએ રડાવી રહી છે. ટીમ ઈન્ડિયાના સ્પિનર્સ સામે ઈંગ્લેન્ડના બૅટ્સમેન રીતસરના ઘૂંટણિયે પડી ગયા છે. પરંતુ આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાના પ્લેયર Kuldeep Yadav માટે ઈંગ્લેન્ડની ટીમના એક્સ કેપ્ટને એવી વાત કહી છે કે તેની સોશિયલ મીડિયા પોસ્ટ તુફાન વાઈરલ થઈ રહી છે. આવો જોઈએ એવું તે શું કહ્યું ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટને…
રાંચી ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ સિરીઝમાં Kuldeep Yadavએ પોતાની બોલિંગ અને બેટિંગથી લોકોને દિવાના બનાવી દીધા છે અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈક વોન એકદમ પ્રભાવિત થઈ ગયો છે. 28 rnni ઈનિંગ અને ચાર વિકેટે લેનાર કુલદીપ યાદવની ચાઈનામેન બોલિંગ જોઈને માઈકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેના તરીફોના પુલ બાંધ્યા છે. જે જોઈને નેટીઝન્સ અને તેમાં પણ ખાસ કરીને કુલદીપના ફેન્સ એકદમ ખુશ થઈ ગયા છે.
એટલું જ નહીં માઈકે પોતાની પોસ્ટમાં કુલદીપ માટે એવું પણ જણાવ્યું હતું કે કુલદીપના વખાણ કરતા એટલું જ કહી શકાય કે તેને લેફ્ટ આર્મ્ડ શેન વોર્નની જેમ બોલિંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કુલદીપે પોતાની આક્રમક બોલિંગથી ઈંગ્લેન્ડની ટીમની કમર તોડી નાખી હતી.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તેમણે પહેલી ઈનિંગમાં 353 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ખેલાડીઓએ 309 રન બનાવ્યા હતા અને પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગ 145 રન બનાવી ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.