
નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચવાળી ટેસ્ટ સિરીઝ (India Vs England) 25 જાન્યુઆરીથી શરૂ થવાની છે. થોડા દિવસ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં શરૂ થનારી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડ દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી છે, પણ ભારતે આ મામલે કોઈ પણ અપડેટ્સ આપ્યા નથી. ભારત સામેની ટેસ્ટ મેચને લઈને ઈંગ્લેન્ડના વિકેટ કીપર જૉની બેરસ્ટોએ ભારતના મેદાનના પિચની હાલતને લઈને નિવેદન આપ્યું છે.
ભારતની પિચને લઈને બેરસ્ટોએ કહ્યું હતું કે જાન્યુઆરીના અંતમાં શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ માટે જો ભારત ટર્નિંગ પિચ તૈયાર કરશે તો ઈંગ્લેન્ડના પેસ બૉલરોનો અટૅકિંગ પાવર ઓછો થઈ જશે. ઈંગ્લેન્ડની ટીમ 2021માં જ્યારે ભારત આવી હતી ત્યારે ખાસ સ્પિનરો માટે તૈયાર કરવામાં આવેલી પિચને કારણે બ્રિટિશરોએ 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડના બેટરો ભારતના રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલની સ્પિન બોલિંગ સામે નબળા પડી ગયા હતા.
બેરસ્ટોએ આગળ જણાવતા કહ્યું કે ભારત જુદા-જુદા પ્રકારની પિચ તૈયાર કરી શકે છે. જેથી તેમને બૉલ ટર્ન કરવામાં મદદ મળે. તાજેતરમાં સાઉથ આફ્રિકામાં ભારતના પેસ બૉલરોની બૉલિંગ સફળ સાબિત થઈ હતી. આ કારણથી ભારત ટર્નિંગ વિકેટ તૈયાર કરશે. આ પિચનો ફાયદો ભારતના બૉલરોને થશે. ભારત પહેલા દિવસથી જ ટર્નનો ઉપયોગ કરશે કે નહીં તે કહી ન શકાય. બેરસ્ટોએ કહ્યું કે હું ભારતના સ્પિન બૉલર વિશે વધુ વિચારતો નથી. અક્ષર અને અશ્વિને જે પ્રકારની બૉલિંગ કરી હતી તે અમારી માટે મુશ્કેલ રહ્યું હતું, પણ પહેલી ટેસ્ટમાં જો રૂટે ચેન્નઈમાં ડબલ સેન્ચુરી બનાવી હતી.
બેરસ્ટોએ ભારતના સ્પિનરો વિશે જ વાત કરી હતી. બેરસ્ટોએ કહ્યું કે ભારત પાસે કુશળ સ્પિનરો છે, જે અમારી માટે ચેલેન્જિંગ રહેશે. અમે ભારતના સ્પિન અટૅકનો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યા છીએ. રવિન્દ્ર જાડેજા, અક્ષર કે કુલદીપ યાદવ આ ટેસ્ટમાં રમશે કે નહીં તે સામે આવ્યું હતી. જેથી અમારે પિચની કન્ડિશન અને મેચની પરિસ્થિતિને સમજીને રમવું પડશે.