IND vs ENG : બીજી ટેસ્ટમાંથી શુભમન ગિલ બહાર! આ ખેલાડી સંભાળશે ટીમની કેપ્ટનશીપ

મુંબઈ: દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમને હાર મળી હતી, કોલકાતામાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગીલના ગાળાના ભાગે ઈજા થતા મેચમાંથી બહાર થવું પડ્યું હતું. સિરીઝની બીજી મેચ આવતી કાલે શુક્રવારથી ગુવાહાટીમાં શરૂ થવા જઈ રહી છે, એ પહેલા અહેવાલ છે કે શુભમન હજુ પૂરી રીતે સ્વસ્થ નથી થઇ શક્યો, બીજી ટેસ્ટમાં તે રમી નહીં રમી શકે. વાઈસ-કેપ્ટન ઋષભ પંતને ટીમનું નેતૃત્વ સોંપવામાં આવશે.
અહેવાલ મુજબ, ડોકટરોએ ગિલને આરામ કરવા માટે સલાહ આપી છે, જો તે રમશે તો ગાળામાં ફરી ખેંચાણ આવી શકે છે. ગિલના બહાર થવાથી સાઈ સુધરસન, દેવદત્ત પડિકલ અને નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.
આપણ વાચો: ભારત vs દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝ; આ જગ્યાએ રમાશે મેચ, જાણો કયારે અને ક્યાં જોઈ શકશો
30 નવેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થતી ત્રણ ODI મેચની સિરીઝની ટીમમાં પણ તેની પસંદગી થશે કે કેમ એ પણ પ્રશ્ન છે, 23 નવેમ્બરના રોજ ટીમની જાહેરાત કરવામાં અવી શકે છે.
ગિલને અગાઉ પણ આ સમસ્યા થઇ હતી, ઓક્ટોબર 2024 માં ગળામાં ખેંચાણને કારણે તે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં રમી શક્યો ન હતો.
કોલકાતા ટેસ્ટના બીજા દિવસે બેટિંગ કરવા ઉતારેલો ગિલ ફક્ત ત્રણ બોલ રમી શક્યો, તેને ગળામાં ખેંચાણ થતા રીટાયર્ડ હર્ટ થયો હતો.
ત્રીજા દિવસની સવારે, BCCI એ કહ્યું શુભમન પહેલી ટેસ્ટમાં ભાગ નહીં લે. ગિલની ગેરહાજરીમાં ભારતીય ટીમ 30 રનથી મેચ હારી ગઈ, 124 રન ચેઝ કરવા ઉતારેલી ટીમ માત્ર 93 રનમાં ઓલ આઉટ થઇ ગઈ.



