IND vs ENG: એક નહીં, 35મી વખત અશ્વિને રચ્યો ઈતિહાસ, ક્રિકેટની દુનિયામાં ખળભળાટ

રાંચીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય સ્પિનર બોલરોએ ધમાકેદાર બોલિંગ કરતા ઇંગ્લેન્ડે ત્રીજા દિવસે જોરદાર ધબડકો નોંધાવ્યો હતો ઇંગ્લેન્ડની આખી ટીમ 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં અશ્વિન અને કુલદીપ યાદવની આક્રમક બોલિંગે કમાલ કરી હતી. આમ છતાં ત્રીજી ટેસ્ટમાં અશ્વિને આક્રમક પ્રદર્શનને કારણે અનેક નવા વિક્રમો તોડ્યા છે. દિવસનાં અંતે પાંચ વિકેટ લેતા સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે, જેમાં 99 ટેસ્ટમાં 35 વખત પાંચ વિકેટ ઝડપી છે, જ્યારે કુંબલેએ 132 ટેસ્ટમાં એ વિક્રમ બનાવ્યો હતો.
આજની મેચમાં અશ્વિને ઓલી પોપને આઉટ કરીને નવો વિક્રમ બનાવ્યો હતો. પોપ સિવાય રુટ બેન ફોક્સ અને જેમ્સ એન્ડરસનને પણ આઉટ કર્યો હતો. અગાઉ પાંચસો વિકેટ ઝડપવાનો વિક્રમ બનાવીને કુંબલેનો રેકોર્ડ બનાવ્યો હતો. એના સિવાય અશ્વિને ભારતમાં રમાયેલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બન્યો છે, જેમાં કુંબલેને પાછળ રાખ્યા છે.
ભારતમાં સૌથી વધુ વિકેટ લેવામાં અશ્વિન સફળ બોલર રહ્યો છે, જેમાં 59 ટેસ્ટમાં 354 વિકેટ ઝડપી છે, ત્યારબાદ અનિલ કુંબલે (63 ટેસ્ટમાં 350 વિકેટ), હરભજન સિંહ (પંચાવન ટેસ્ટમાં 265 વિકેટ), કપિલ દેવ (65 ટેસ્ટમાં 219 વિકેટ), રવિન્દ્ર જાડેજા (43 ટેસ્ટમાં 211 વિકેટ)નો સમાવેશ થાય છે. અનિલ કુંબલેના અંગત રેકોર્ડની વાત કરીએ તો પોતાની કારકિર્દીની 132 ટેસ્ટમાં 619 વિકેટ ઝડપી છે, જ્યારે અશ્વિને પોતાની 59મી ટેસ્ટમાં કુંબલેને પાછળ રાખ્યા છે. ઇંગ્લેન્ડ સામે 100 વિકેટ લેનારા સિંગલ બોલર બન્યો છે.
આજે ભારતીય દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચ્યો છે, જેમાં 15.5 ઓવરમાં 51 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. અશ્વિને એની સાથે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 35મી ‘ફાઈવ વિકેટ હોલ’નો સ્કોર કર્યો છે. આ રેકોર્ડની સાથે અશ્વિને અનિલ કુંબલે પોતાની ટેસ્ટ કેરિયરમાં 35 વખત એક જ ઈનિંગમાં પાંચથી વધુ વિકેટ ઝડપવાની કમાલ કરી હતી. ભારતીય ટીમ વતીથી અનિલ કુંબલે અને અશ્વિને 35-35 વખત આ રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે હરભજન સિંહ 25 વખત, કપિલ દેવ 23 અને ભાગવત ચંદ્રશેખરે 16 વખત વિક્રમ બનાવ્યો હતો.
ટેસ્ટની એક જ ઈનિંગમાં પાંચથી વધુ વિકેટ લેનારા બોલરમાં સૌથી ટોચ પર મુથૈયા મુરલીધરન (શ્રી લંકા) 133 ટેસ્ટમાં 800 વિકેટ (67 વખત પાંચ વિકેટ) સાથે મોખરે છે, ત્યારબાદ શેનવોર્ન (ઓસ્ટ્રેલિયા) 145 ટેસ્ટમાં 708 વિકેટ, રિચર્ડ હેડલી (ન્યૂ ઝીલેન્ડ) 86 ટેસ્ટમાં 431 વિકેટ લીધી છે, જ્યારે અશ્વિને 99 ટેસ્ટમાં 507 વિકેટ ઝડપી છે.