ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND VS ENG: ‘હિટમેન’ અને ‘પ્રિન્સ’ની ધમાકેદાર બેટિંગ: બંને બેટરે સદી ફટકારીને અંગ્રેજોના હોશ ઉડાવ્યા

ધર્મશાલા: ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આજની બીજા દિવસની રમતમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાંચ ટેસ્ટની સિરીઝ પૈકી છેલ્લી ટેસ્ટમાં હિટમેન અને પ્રિન્સ શુભમન ગિલે સદી ફટકારીને અંગ્રજોને દબાણમાં લાવ્યા છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. રોહિતની સાથે શુભમન ગિલે પણ ટીમ ઈન્ડિયા વતી શાનદાર પ્રદર્શન કરીને ટીકાકારોની બોલતી બંધ કરી હતી. ગિલે પણ સદી ફટકારી છે. આ બંને વચ્ચે 160થી વધુ રનની ભાગીદારી થઈ છે.

યશસ્વી જયસ્વાલે ટીમ ઈન્ડિયા માટે રોહિત સાથે ઓપનિંગ કર્યું હતું. પરંતુ યશસ્વી તેની અડધી સદી બાદ આઉટ થયો હતો. આ પછી રોહિત અને શુભમન ગિલે ઇનિંગની કમાન સંભાળી હતી. બંનેએ જોરદાર બેટિંગ કરી અને સદી ફટકારી હતી. રોહિતે 160 બોલનો સામનો કરીને 102 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 13 ચોગ્ગા અને 3 છગ્ગા પણ સામેલ હતા.
બીજી બાજુ શુભમન ગિલે 142 બોલનો સામનો કરીને 101 રન બનાવ્યા હતા. ગિલની આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. લંચ સુધીમાં ભારતે એક વિકેટે 264 રન બનાવ્યા છે.

https://twitter.com/i/status/1765987883670786544

ગિલ અને રોહિતે અંગ્રેજ બોલરોની હાલત ખરાબ કરી દીધી છે. ઈંગ્લેન્ડની ટીમ પહેલા દાવમાં 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં કુલદીપ યાદવ અને અશ્વિને ઘાતક બોલિંગ કરીને બાઝબોલ ગણાતી ટીમને પવેલિયન ભેગી કરી હતી.

ઈંગ્લેન્ડ સામેની આ શ્રેણીમાં રોહિત શર્માની બીજી સદી કરીને નવો વિક્રમ નોંધાવ્યો છે. રોહિતે હૈદરાબાદ ટેસ્ટમાં 24 રન અને બીજી ઇનિંગમાં 39 રન બનાવ્યા હતા. રોહિતે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં 14 રન અને 13 રન બનાવ્યા હતા. આ પછી હિતમેને રાજકોટમાં શાનદાર બેટિંગ કરી હતી. રોહિતે રાજકોટ ટેસ્ટના પ્રથમ દાવમાં 131 રન બનાવ્યા હતા. રાંચીમાં અડધી સદી ફટકારી હતી. હવે તેણે ધર્મશાલામાં સદી ફટકારી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button