સ્પોર્ટસ

IND vs ENG: પહેલી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત, આ 2 ઘાતક બોલર્સ ટીમમાં સામેલ

મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ 20 જૂનથી હેડિંગ્લી (ENG vs IND test) ખાતે રમાવાની છે. આજે ગૃવારે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત કરવામાં (Indian Cricket Team)આવી છે. બેન સ્ટોક્સ ટીમની આગેવાની કરશે. આ ટીમમાં જોશ ટોંગ અને સેમ કૂક નવા ચહેરા હશે.

બોલિંગ ઓલરાઉન્ડર જેમી ઓવરટનનો 3 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓવરટને જૂન 2022 માં હેડિંગ્લી ખાતે ન્યુઝીલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેમને પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ક્રિસ વોક્સ પણ ટીમમાં પરત કર્યો છે.

ટોંગ અને વોક્સ 6 જૂનથી શરૂ થનારી ઇન્ડિયા-એ સામેની બિનસત્તાવાર મેચમાં ઇંગ્લેન્ડ લાયન્સ ટીમનો પણ ભાગ છે. ટંગ મિડીયમ-ફાસ્ટ બોલર છે, જ્યારે કૂક રાઈટ હેન્ડ ફાસ્ટ બોલર છે.

ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સ અને જેકબ બેથેલને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, બંને છેલ્લે ડિસેમ્બરમાં ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન રમ્યા હતા. ટ્રેન્ટ બ્રિજ ખાતે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ દરમિયાન થયેલી હેમસ્ટ્રિંગ ઈજાને કારણે ગસ એટકિન્સનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

આપણ વાંચો:  ચિન્નાસ્વામી સ્ટેડિયમ દુર્ઘટના: ભૂલ રોકી શકાઈ હોત… – પ્રિયાંક ખડગેએ સ્વીકારી પ્રશાસનની ચૂક

ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ:
બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઇડન કાર્સ, સેમ કૂક, ઝેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, ઋષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, સાઈ સુદર્શન, નિયુષ કુમાર, અભય કુમાર, નિયુષન કુમાર, અભિમન્યુ ઇશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, અર્શદીપ સિંહ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button