
વિશાખાપટ્ટનમઃ ભારતીય ક્રિકેટ ટીમ માટે આજે સવારે રવિન્દ્ર જાડેજા નહીં રમી શકે એવા અહેવાલ વચ્ચે હવે ફાઈનલ થઈ ગયું છે કે આગામી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં એક નહીં પણ બે ખેલાડી રમી શકશે નહીં. ટેસ્ટ મેચ માટે સૌથી આક્રમક અને ઓલરાઉન્ડર પ્લેયર રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ રમી શકશે નહીં. આ અગાઉ વિરાટ કોહલી તો વ્યક્તિગત કારણસર નહીં રમવાનો નથી, તેથી ઈંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા આ ત્રણ ક્રિકેટર વિના રમવાનું મુશ્કેલી પડી શકે છે.
વિશાખાપટ્ટનમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ મેચ રમાડવામાં આવશે, જેમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને મિડલ ઓર્ડરના બેટસમેન કેએલ રાહુલ રમશે નહીં. હૈદરાબાદમાં રમાયેલી પહેલી ટેસ્ટના ચોથા દિવસે જાડેજા અને રાહુલને ઈજા પહોંચી હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમે બંને ખેલાડીઓ પર ધ્યાન આપી રહી છે.
ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિએ સરફરાજ ખાન, સૌરભ કુમાર અને વોશિગ્ટન સુંદરને બીજી ટેસ્ટ મેચ માટે સામેલ કર્યા છે. બીજી બાજુ આવેશ ખાન રણજી ટ્રોફીમાં રમશે, જ્યારે જરુર ઊભી થઈ તો ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવશે.
ડોમેસ્ટિક ક્રિકેટમાં સરફરાજે સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યો છે, પરંતુ પસંદગીકર્તાઓએ તેની અવગણના કરી હતી. 45 ફર્સ્ટ ક્લાસ મેચમાં 69.85ની સરેરાશથી 3,912 રન બનાવ્યા છે. સરફરાજે 14 સદી અને 11 હાફ સેન્ચુરી કરી છે, જેમાં એક વખત નોટઆઉટ રહીને 301 રનનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો.
એ જ રીતે વોશિંગ્ટન સુંદર પણ ચાર ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં 89 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ત્રણ હાફ સેન્ચુરી સાથે 96 રનનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ કર્યો છે. સુંદરે 26 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે, જેમાં પંચાવન વિકેટ લીધી છે. 87 રન આપીને છ વિકેટ સાથે શાનદાર પ્રદર્શન કર્યું છે. ઉપરાંત, સૌરભ કુમાર ટીમ ઈન્ડિયાવતીથી રમ્યો છે, પરંતુ ડેબ્યૂ કર્યું નથી. 68 ફર્સ્ટ ક્લાસ મેચમાં 290 વિકેટ લીધી છે, જ્યારે 64 રન આપીને આઠ વિકેટ ઝડપી હતી.
એના સિવાય 27.11ની એવરેજથી 2,061 રન બનાવ્યા છે. 133 રનનો સર્વશ્રેષ્ઠ સ્કોર કર્યો હતો. ફર્સ્ટ ક્લાસ કેટેગરીમાં બે સદી અને 12 હાફ સેન્ચુરી કરી છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત ટીમ આ પ્રમાણે રહેશે, જેમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જસપ્રિત બુમરાહ (વાઈસ કેપ્ટન), અવેશ ખાન., રજત પાટીદાર, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર અને સૌરભ કુમાર.