IND vs ENG 5th Test: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતે પ્રથમ બોલિંગ કરી, ધર્મશાળા ટેસ્ટમાં દેવદત્ત પડિકલનું ડેબ્યુ મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs ENG 5th Test: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતે પ્રથમ બોલિંગ કરી, ધર્મશાળા ટેસ્ટમાં દેવદત્ત પડિકલનું ડેબ્યુ

ધર્મશાળા: IND vs Eng 5th Test Day 1 Dharmashala: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ આજથી (7 માર્ચ) ધર્મશાળામાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે (England captain Ben Stokes) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં દેવદત્ત પડિકલે (devdutt padikkal) ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું છે.

Image: BCCI

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર જોવા મળ્યા છે. જ્યારથી પડિકલે પદાર્પણ કર્યું છે ત્યારથી રજત પાટીદાર (Rajat Patidar) બહાર બેઠા છે. સાથે જ જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની વાપસીને કારણે આકાશ દીપ (Akash Deep) પણ ટીમની બહાર છે.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા પહેલા જ સિરીઝ 3-1થી કબજે કરી ચૂકી છે. ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આયોજિત આ ટેસ્ટ મેચ રવિચંદ્રન અશ્વિન અને જોની બેરસ્ટોની 100મી ટેસ્ટ છે (the 100th test of Ravichandran Ashwin and Jonny Bairstow).

ભારતીય ટીમે ટેસ્ટમાં 0-1થી પાછળ રહ્યા બાદ પુનરાગમન કરીને 7મી વખત સીરિઝ જીતી છે. હવે જો ભારતીય ટીમ સિરીઝની છેલ્લી મેચ જીતશે તો તે 112 વર્ષ બાદ ટેસ્ટ ઈતિહાસમાં ઐતિહાસિક રેકોર્ડ બનાવશે. આ રેકોર્ડ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ મેચ હારવાનો અને પછીની તમામ 4 મેચ જીતવાનો છે.

Image: BCCI

ધર્મશાલા ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ-11 (India’s playing-11 for Dharamshala test)
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, દેવદત્ત પડિકકલ, રવિન્દ્ર જાડેજા, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ.

https://twitter.com/BCCI/status/1765582837586211061

ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11
જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, માર્ક વૂડ, શોએબ બશીર અને જેમ્સ એન્ડરસન.

Back to top button