IND vs ENG 3rd Test: યશસ્વી જયસ્વાલની સતત બીજી બેવડી સદી, ભારતે આટલા રન પર ઇનિંગ ડિક્લેર કરી

રાજકોટ ટેસ્ટમાં ભારતે 430 રન પર બીજી ઇનિંગ ડિક્લેર કરી છે. લીડ સાથે ભારતનો સ્કોર 556 રન રહ્યો છે. હવે ઇંગ્લેન્ડ 557 રનનો પીછો કરવા મેદાન પર ઉતરશે.
યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી છે, યશસ્વીએ 14 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી બેવડી સદી ફટકારી છે. આ શ્રેણીમાં આ તેની બીજી બેવડી સદી છે. જ્યારે સરફરાઝ ખાને પણ ફરી ફિફ્ટી ફટકારી છે.
યશસ્વી જયસ્વાલ 214 અને સરફરાઝ ખાન 68 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. યશસ્વી અને સરફરાઝ વચ્ચે પાંચમી વિકેટ માટે 172 રનની ભાગીદારી થઈ હતી. જયારે શુભમન ગિલ સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. તે 91 રન બનાવી રનઆઉટ થયો હતો.
આ પહેલા યશસ્વીએ વિશાખાપટ્ટનમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં પણ 209 રન બનાવ્યા હતા. હવે સતત બીજી મેચમાં બેવડી સદી ફટકારીને તેણે ફરી એકવાર બતાવ્યું છે કે તેને ભવિષ્યનો સ્ટાર કેમ માનવામાં આવે છે.
સરફરાઝે ડેબ્યૂ ટેસ્ટની સતત બીજી ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. તે પ્રથમ દાવમાં 62 રન બનાવીને રનઆઉટ થયો હતો. જયારે બીજી મેચમાં તે 68 રન બનાવી અણનમ રહ્યો હતો.